રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા છેલ્લા 97 વર્ષથી વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્રનિર્માણ કાર્ય પદ્ધતિ દ્વારા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ નામનો રાષ્ટ્રીય યજ્ઞ અવિરત પ્રજવલિત છે. આ સંઘ કોઈ બીજી સંસ્થા નથી પરંતુ સંગઠિત હિન્દુ સમાજનો લઘુ સ્વરૂપ છે. ૨૦૨૫ માં સંઘના સો વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી આ સેતુ સંપૂર્ણ હિન્દુ સમાજ અને સંઘ એકરૂપ બને સંઘ કાર્યપદ્ધતિની સીમા અને ભારત દેશની સીમા એક બને અર્થાત પ્રત્યેક ગામ શહેરનો વ્યક્તિમાં રાષ્ટ્ર ભક્તિની સાધના સર્વસ્પર્શી અને સર્વવ્યાપી અને એ દ્રષ્ટિથી આપણી વસ્તીમાં એકત્રીકરણનો કાર્યક્રમ રાષ્ટ્રીય સંઘ દ્વારા અવારનવાર કરવામાં આવતો હોય છે. જેના ભાગરૂપે ભરૂચમા રાષ્ટ્રીય સેવક સંઘ દ્વારા અરુણોદય વસ્તી એકત્રીકરણ કાર્યક્રમનું આયોજન વિશ્વમ રેસિડેન્સીની સામેના મેદાન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના ભરૂચ જિલ્લા સંઘ ચાલક ડો.કૌશલ પટેલ, વસ્તી પ્રમુખ કમલેશભાઈ પટેલ સહિત અન્ય હોદ્દેદારો અને સ્વંય સેવકો જોડાયા હતા.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા ભરૂચમાં અરુણોદય વસ્તી એકત્રીકરણ કાર્યક્રમ યોજાયો.
Advertisement