Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ સ્ટેશન પાસે યુવક કોંગ્રેસ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન.

Share

બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ કરવા મામલે આજે ભરૂચ યુવક કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ સ્ટેશન સર્કલ પાસે હાથમાં પ્લેકાર્ડ લઈ સરકાર વિરોધી ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા બાદ પૂતળું સળગાવી વિરોધ પ્રદર્શિત કરતા એક સમયે પોલીસ અને કાર્યકરો વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું.

પોલીસે વિરોધ કરી રહેલા ૧૫ થી વધુ કાર્યકરોની અટકાયત કરી તેઓને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં કોંગ્રેસ યુવા પાંખના અગ્રણી શેરખાન પઠાણ, જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ શકીલ અકુજી સહિત ભરૂચ, અંકલેશ્વર વિધાનસભા યુવક કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

હારુન પટેલ : ભરૂચ

Advertisement

Share

Related posts

માંગરોળના ઝંખવાવ ગામે દીપડાએ બકરા અને વાછરડી પર હુમલો કર્યો.

ProudOfGujarat

ભરૂચની નારાયણ વિદ્યાલયના ડાયરેકટર ડૉ. ભગુભાઈ પ્રજાપતિને ઇન્ડોનેશિયાના બાલી ખાતે એજ્યુકેશન એક્સેલન્સ એવોર્ડ એનાયત કરાયો.

ProudOfGujarat

૫૫ વર્ષની ઉંમરે મળ્યું નવું જીવનદાન.જાણો કેવી રીતે?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!