એકાત્મ માનવવાદના હિમાયતી એવા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિએ વાગરા વિધાનસભા ક્ષેત્રના અંતરિયાળ ગામડાના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આયુષ્યમાંન કાર્ડ વિનામૂલ્યે મળી રહે તે માટે બીજા તબક્કાના કાર્યક્રમની શરૂઆત ધારાસભ્ય અરુણસિંહ રણા દ્વારા કરવામાં આવી હતી.
પંડિત દીનદયાળ ઉપાધ્યાય એટલે ભારતીય જનસંઘના પાયાના આગેવાન. જેમની એકાત્મ માનવવાદની વિચારધારાને આજે પણ ભારતીય જનતા પાર્ટી અનુસરે છે. 11 ફેબ્રુઆરી એટલે અંત્યોદય ( ગરીબ ) લોકોના કલ્યાણ માટે સતત ચિંતિત એવા પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ. વાગરાના ધારાસભ્યએ સરકારની મહત્વપૂર્ણ અને ગરીબ તથા મધ્યમવર્ગના લોકો માટે આશીર્વાદરૂપ આયુષ્યમાંન કાર્ડ યોજનાને આ દિવસે ઘરઘર સુધી પહોંચડવાના બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં તેમની 19 ટીમોએ તંત્રના સહયોગમાં 19 ગામોમાં એક સાથે આયુષ્યમાંન કાર્ડ કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે આયુષ્યમાંન કાઢવા માટે અંતરિયાળ ગામના લોકોને તાલુકા અથવા જિલ્લા સુધી દોડવું પડે છે. જેમાં સમય અને નાણા નો વ્યય થાય, લોકોને ધક્કા ખાવા પડે. જેના કારણે અનેક ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ કાર્ડ કઢાવી શકતા નથી. આવા પરિવારોને પણ સરકારની આયુષ્યમાંન કાર્ડ યોજનાનો લાભ મળે તે માટે વાગરાના ધારાસભ્યએ લોકોને ઘરે ઘરે જઈ આયુષ્યમાંન કાર્ડ વિના મૂલ્યે આપવાનો સંકલ્પ કર્યો હતો. જેમાં પહેલા તબક્કામાં 22 ગામોમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી. હવે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિએ બીજા તબક્કામાં 19 ગામોમાં આયુષ્યમાંન કાર્ડ માટેની કાર્યવાહી હાથ ધરાતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
વાગરા વિધાનસભા ક્ષેત્રમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિએ આયુષ્યમાન કાર્ડનો બીજો તબક્કો શરૂ કરાયો.
Advertisement