Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મહામાંગલ્ય રેસીડન્સીના રહીશોએ ગેરકાયદેસર દબાણો દૂર કરવા કરી રજૂઆત.

Share

ઝાડેશ્વર ખાતે આવેલ મહામાંગલ્ય રેસીડન્સી કો. ઓપરેટીવ હાઉસિંગ સર્વિસ સો. લિ.ના રહીશો દ્વારા કલેકટરને ગેરકાયદેસર દબાણો દૂર કરવા યોગ્ય હુકમ કરવા અરજી આપવામાં આવી છે. અરજીમાં જણાવ્યા મુજબ ઝાડેશ્વર તવરા રોડ ઉપરથી ગેરકાયદેસર દબાણ દૂર કરવા વિનંતી કરવામાં આવી છે.

અરજીમાં જણાવ્યા મુજબ ઝાડેશ્વર ચોકડીથી તવરા જવાના જાહેર રોડ ઉપર લારીવાળા તેમજ ચા નાસ્તાની લારીવાળા સાથે હાલમા ચીકન તેમજ ઈંડા અને માંસ, મચ્છી, મટન બનાવી વેચવાવાળા પતરાના સેડ બનાવી જાહેરમાં વેચાણ કરે છે. મરઘી કાપવાની દુકાન પણ ખોલેલ છે જેથી ગ્રાહકો રોડ પર વાહનો મૂકીને જતાં હોવાથી ટ્રાફિકજામ થઈ જાય છે. તંદૂરી ફ્રાય કરવાવાળા જાહેરમાં જ શેકતા હોવાથી લોકોની લાગણી દુભાય છે. તેમજ આ તમામ નોનવેજની લારીઓ તેમજ દુકાનો કોઈપણ પરવાનગી વગર ચલાવવામાં આવે છે તેથી લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી રહ્યા છે. આ જગ્યાએ અસામાજિક તત્વોની પણ અવરજવર રહે છે જેથી મહિલાઓને ઘણી તકલીફ પડે છે જેથી રોડ પર આ તમામ ગેરકાયદેસર દબાણ કરી ધંધો કરી રહ્યા છે તે તાત્કાલિક ધોરણે દૂર કરવા માંગણી કરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ આપવા વાલીઓની માંગણી…

ProudOfGujarat

રાજ્યસભા સાંસદ અહમદભાઇ પટેલે રમજાન ઇદની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી.

ProudOfGujarat

ભરૂચના દહેજ નજીક બાઈક અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં એકનું મોત અન્ય એક ઘાયલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!