ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજયોમાં વિધાનસભાની ચુંટણીઓનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. તારીખ 10 મી ફેબ્રુઆરીથી મતદાનનો પ્રથમ તબકકો શરૂ થવા જઇ રહયો છે. પાંચેય રાજયોમાં વિજય મેળવવા માટે ભાજપે કમર કસી છે ત્યારે ગુજરાતમાંથી ધારાસભ્યો તથા સાંસદોને ઉત્તરાખંડમાં પ્રચાર માટે મોકલવામાં આવ્યાં છે. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ તથા તેમની ટીમ અલમૌરા તથા આસપાસના વિસ્તારની જવાબદારી સંભાળી રહી છે. અલમૌરાથી જાગેશ્વર ધામ સુધી જતો રસ્તો બરફમાં ગરકાવ થઇ ગયો છે. ભારે હિમવર્ષના કારણે પ્રચારમાં વિધ્ન આવી રહયું છે. ધારાસભ્ય દુષ્યંત પટેલે સ્થળ પરના વિડીયો સોશિયલ મિડીયામાં શેર કર્યા છે. જેમાં તેમણે હાલના વાતાવરણની માહિતી આપી કહ્યું હતું કે, બરફવર્ષા અને પ્રતિકૂળ મોસમ તેમજ વિસ્તારમાં પણ ભાજપના ગુજરાતના ધારાસભ્યો ચૂંટણી પ્રચાર અને પોતાની કામગીરી બજાવી રહ્યાં છે. જોકે તેઓએ આ વીડિયો અપલોડ કર્યા બાદ ભરૂચ સહિત સમગ્ર ગુજરાતમાં વાયુ વેગે પોસ્ટ વાયરલ થતાં ઉત્તરાખંડમાં પ્રચાર અર્થે ગયેલા ભાજપના 25 ધારાસભ્યો અને સાંસદ હિમવર્ષામાં ફસાયા હોવાનું જણાતા ભરૂચના ધારાસભ્યને આ અંગે જાણ થતાં તેઓએ ફરી પોતાની હોટલ ઉપર આવી વધુ એક વિડીયો ફેસબુક ઉપર મુક્યો હતો જેમાં જણાવ્યું હતું કે, હું અને તમામ ધારાસભ્યો તેમજ સાંસદ સભ્યો બિલકુલ સુરક્ષિત છે અને કોઈ ફસાયું નથી.
ઉત્તરાખંડમાં ચૂંટણી પ્રચારને લઈ ભરૂચના ધારાસભ્યનું નિવેદન…જાણો શું?
Advertisement