Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

બિરલા સેન્ચ્યુરી મેનુફેકચરીંગ પ્લાન્ટને લીડ ધી ફોર એવોર્ડ એનાયત કરાયો

Share

 

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલ બિરલા સેન્ચ્યુરી મેનુફેકચરીંગ કંપનીને વિશ્વસ્તરનો લીડ ધી ફોર એવોર્ડ તાજેતરમાં મુંબઈ ખાતે એનાયત કરવામાં આવ્યો હતો.

Advertisement

ઉર્જા અને પર્યાવરણ અંગે ખાસ સજાગ રહેતી કંપનીઓને આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. પાણીનો ઉપયોગ થી માંડીને પાણીની બચત ઉર્જા શક્તિ, પર્યાવરણ જતન વગેરે બાબતો ઉપર વખતો વખત વિવિધ કંપનીઓનું મોનીટરીંગ કર્યા બાદ આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે.

બિરલા સેન્ચ્યુરી મેનુફેક્ચરીંગ કંપનીને આ એવોર્ડ અપાતા કંપની ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કંપનીના સંજય ખીમેસરાએ વિસ્તૃત જાણકારી અને માહિતી આપી હતી. અને તેમની સાથે તેમની પૂરી ટીમ પણ ઉપસ્થિત રહી તેમની કંપનીમાં ચાલતા કામ અર્થે ની માહિતી આપી હતી. તેમના કંપનીમાં દરરોજ થતું ઉત્પાદન વિષે પણ વિસ્તૃત માહિતી આપી હતી.

વિસ્તૃત માહિતી આપતા તેમને કહ્યું હતું કે તેમની કંપનીને પાણીના બચાવમાં અને પર્યાવરણ સુરક્ષા સારા એવા રેટિંગ મળેલા છે. અને કહ્યું હતું કે અમે જેટલો બને તેટલો પાણીનો બચાવ કરીએ છી અને બધા જ કંપની વાળા કરે તેવું પણ કહ્યું હતું. જેથી આવનારી પેઢીને પણ રાહત મળે. અને તેમને મળેલા એવોર્ડ માટે પણ તેમના ટીમનો પણ ખુબ આભાર માન્યો હતો.

વધુમાં તેમને એમ પણ જણાવ્યું હતું કે તેમની કંપનીમાં ઉપયોગમાં લેવાતી દરેક જરૂરી વસ્તુઓ તેમને પર્યાવરણ ને ધ્યાનમાં લઈને રાખેલ છે જેમ કે પંખા, લાઈટ, પાણી વગેરે જેવી બધી જ વસ્તુનું ધ્યાન રાખેલ છે. અને તેના કારણે જ તેમને મુંબઈમાં ૮ માર્ચ ૨૦૧૮ના રોજ સેન્ચ્યુરી ભવન, વરલી મુંબઈ ખાતે લીડ ધી ફોર એવોર્ડ દ્વારા સન્માનિત કરાયા હતા. જે ભરૂચ જીલ્લા માટે પણ એક ગૌરવની વાત કહી શકાય…


Share

Related posts

ચોરીની બે મોટર સાયકલ સાથે ભરૂચ એલ સી બી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડયા

ProudOfGujarat

રાજપીપળા : એસીબીના લાંચ કેસમાં ઝડપાયેલ મહિલા તલાટીની જામીન અરજી ફગાવી દેતી સેસન્સ કોર્ટ.

ProudOfGujarat

ભરૂચના જંબુસરમાં વકફ અધિનિયમ 1995 કલમ 70 હેઠળ ગેર વહીવટ કરનાર સામે કાર્યવાહીની માંગ કરતો મુસ્લિમ સમુદાય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!