Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જૂની સિવિલ પાસે આવેલ મંદિરમાં ખોડિયાર જયંતિની કરાઇ ઉજવણી.

Share

આજરોજ તારીખ 9 ને બુધવારને મહાસુદ આઠમ ખોડીયાર માતાની જન્મ જયંતી.જુના ભરૂચમા આર.એસ દલાલ સ્કૂલ પાસે આવેલ ખોડીયાર માતાના મંદિરમાં ખોડિયાર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચમાં આર એસ દલાલ પાસે જૂની સિવિલમાં ખોડિયાર માતાનું અતિ પૌરાણિક અને પ્રાચીન મંદિર આવેલ છે એવું કહેવાય છે કે નવઘણને આ મંદિરની સ્થાપના કરી હતી અહીં આવનાર દરેક લોકોની માનતા પૂર્ણ થાય છે. માલધારી સમાજના કુળદેવી પણ હોય આ મંદિરે માલધારી સમાજના લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે.

દર વર્ષની જેમ પરંપરાગત રીતે ખોડિયાર જયંતિની ઉજવણી કરાઈ હતી. ખોડિયાર જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો મંદિરમાં યોજવામાં આવ્યા હતા. જેમાં મહા આરતી, હવન તેમજ ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર પંથકમાં વણશોધાયેલ બે ગુનાઓ શોધી એક ઈસમની અટકાયત કરાઇ.

ProudOfGujarat

વલસાડ-ઉમરગામ GIDCની અરિહંતમ લાઈફ કેર નામની કંપનીમાં બોઈલર ફાટ્યું-2 કામદારો સારવાર હેઠળ…..

ProudOfGujarat

ભરૂચ ના મનુબર રોડ ઉપર મોડી સાંજે એસ ટી બસે પલ્ટી મારતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!