Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : નંદેલાવમાં આવેલ જવાહર સોસાયટીના બંધ મકાનમાં આગ લાગતા દોડધામ.

Share

આજરોજ નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલી જવાહર નગર સોસાયટીના એક બંધ મકાનમાં અચાનક આગ લાગતા નાશભાગ મચી જવા પામી હતી. સોસાયટીના ઘણા વખતથી બંધ હાલતમાં રહેલા મકાનમાં અચાનક ધુમાડા દેખાતા સ્થાનિકો મકાન નજીક દોડી આવી જોતા આગ લાગી હોવાનું માલુમ પડ્યું હતું જેને પગલે સોસાયટીના રહીશોએ નગરપાલિકા ફાયર સ્ટેશનને આગ લાગી હોવાની જાણ કરતાની સાથે જ થોડાક જ સમયમાં લશ્કરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરી તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો હતો. સદ્નસીબે મકાનમાં કોઈ રહેતું ન હોવાથી જાનહાનિ ટળી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : કોરોના મહામારી બાદ પ્રથમ વર્ષનાં વર્ગખંડો શરૂ થતાં વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી.

ProudOfGujarat

માંગરોળ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની બેદરકારીથી વયોવૃદ્ધ પેન્શનરો પરેશાન.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની શિબિર યોજવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!