Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : નબીપુર ખાતે અજમેર શરીફ સ્થિત હજરત ગરીબ નવાઝના 810 મા ઉર્સ શરીફની કરાઇ ઉજવણી.

Share

ભરૂચના નબીપુર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા અજમેર સ્થિત હજરત ગરીબ નવાઝના ૮૧૦ મા ઉર્સ શરીફની શાનદાર ઉજવણી કરાઇ હતી. રાજસ્થાનના અજમેર સ્થિત સૂફી સંત ખવાજા મોઇનઉદ્દીન ચિશ્તીની દરગાહ આવેલી છે જેમને સુલતાને હિન્દનો ખિતાબ પણ આપવામાં આવ્યો છે. જેઓના 810 મા ઉર્સની ખુબ દબદબાભેર ઉજવણી થઇ રહી છે. આ દરગાહ પર દરેક જ્ઞાતિના શ્રદ્ધાળુઓ પોતાની માનતાઓ લઈને આવે છે અને દર્શન કરે છે.

ઉર્સ શરીફના મોકા ઉપર દર વર્ષની પરંપરા મુજબ ભારતના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી તરફથી સરકારી પ્રતિનિધિ મંડળ દ્વારા ફૂલોની ચાદર ચઢાવવામાં આવી હતી. આજરોજ હજારો શ્રદ્ધાળુઓએ ઉર્ષમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લાના નબીપુર ગામ ખાતે જુમ્મા મસ્જિદમાં ગામની સરકારે બગદાદ કમિટી દ્વારા ખવાજા ગરીબ નવાજની શાનમાં કુરાન ખ્વાનીનું આયોજન કરાયું હતું.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે પત્રકારોનું સ્નેહમિલન યોજાયું.

ProudOfGujarat

નર્મદા નદીમાં આવેલ પૂરમાં ખેડૂતોને થયેલ નુકશાની બાબતે યોગ્ય વળતર આપવાની માંગ સાથે ભરૂચ જિલ્લા ખેડૂત સમાજનું જિલ્લા કલેકટરને આવેદન પત્ર

ProudOfGujarat

સુરત: ઉમરપાડાના ચિમીપાટલ ગામે 66 કે.વી .સબ સ્ટેશનનું કેબિનેટ મંત્રીના હસ્તે કરાયું લોકાર્પણ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!