ભરૂચ આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર પાઠવી આક્ષેપ કર્યો હતો કે ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ વિવિધ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા તેઓના મળતિયાઓ અને વહીવટદારો દ્વારા ખૂબ જ પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.
તાજેતરમાં મનોજ અગ્રવાલ આઇપીએસ પોલીસ કમિશનર રાજકોટ શહેર અને તેમના તાબાની ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર ગઢવી દ્વારા રાજકોટના વેપારી સાથે થયેલ છેતરપિંડી નાણાં આરોપી પાસેથી વસુલી ૭૫ લાખ જેવી માતબર રકમ મનોજ અગ્રવાલ પોલીસ કમિશનર તથા ઇન્સ્પેકટર ગઢવી દ્વારા વસૂલવામાં કરી ભ્રષ્ટાચાર આચરવાનો મામલો સામે આવ્યો છે. જે બાબતે આમ આદમી પાર્ટી ભરૂચ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે આવા ભ્રષ્ટ અધિકારીઓની વિરોધ તાત્કાલિક કડક તપાસ કરી ધરપકડ સાથે ડિસમિસ કરવામાં આવે તેવી માંગ આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લાના ઉપપ્રમુખ મુન્નાભાઈ શેખ, ગોપાલ રાણા શહેર પ્રમુખ, અનિલ પારેખ, ભદ્રેશ ભાઈ, સાદીકભાઈ લવલી સહિતના આગેવાનો અને કાર્યકરો એ ગૃહ વિભાગ ગાંધીનગરને સંબોધતું આવેદનપત્ર જિલ્લા કલેકટરને પાઠવ્યું હતું..