ભરૂચ શહેરમાં વરસાદી માહોલ ધીરે ધીરે જામી રહ્યો છે ત્યારે ભરૂચના પશ્ચિમ વિસ્તારના ગેલાણી તળાવ નજીક બારે માસ રાષ્ટ્રીય પક્ષી મોર ઉમટી રહ્યા છે જેમાં એક મોર ઈજાગ્રસ્ત થતા સ્થાનિક રહીશ હેમેન્દ્ર કોઠી વાળાએ ઇજાગ્રસ્ત મોરને સારવાર આપી સુરક્ષિત સ્થળે છોડ્યો હતો….
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગેલાણી તળાવ પાસે બારે માસ રાષ્ટ્રીય પક્ષી મોરના જૂથો ઉમટી સ્થાનિક રહીશોની સવાર મધુર કરાવી રહ્યા છે…
ત્યારે આમ અન્ય વિસ્તારોમાં કૂકડાની કૂકડે કૂક થી લોકોની સવાર પડતી હોય છે ત્યારે ગેલાણી તળાવ નજીક રાષ્ટ્રીય પક્ષી ના મધુર ટહુકા થી લોકોની સવાર પડી રહી છે
ત્યારે ભરૂચ શહેરના ગેલાણી તળાવ નજીક રોજના વહેલી સવારે દોઢસોથી વધુ રાષ્ટ્રીય પક્ષી મોર આવીને સ્થાનિક રહીશોના હાથમાં રહેલા સાકરીયા તથા સિંગ દાણા ચણી જતા હોય છે ત્યારે એક રાષ્ટ્રીય પક્ષી મોર કે.જે રોજ સ્થાનિક રહીશોના હાથમાંથી ચણ ચણે છે તે મોર કોઈ સ્થળે થી ઇજાગ્રસ્ત થઇ ને આવતા તળાવ નજીક રહેતા દંપતિએ ઇજાગ્રસ્ત મોરને સારવાર આપી હતી…..