સમગ્ર ગુજરાત રાજ્યમાં ઠેરઠેર ધુમ્મસભર્યા વાતાવરણના અનુભવાય છે ત્યારે આજે વહેલી સવારે ભરૂચમાં પણ ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું હતું.
ભરૂચમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ છવાઈ જતા વાહનચાલકોએ ભારે હાલાકીનો સામનો કર્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવામાં ભેજનું પ્રમાણ એકાએક વધી જતા સમગ્ર શહેરમાં ધુમ્મસનું વાતાવરણ છવાયું હતું જેના કારણે વહેલી સવારે ખાનગી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને આવાગમન માટે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વાહનચાલકોને 10 કી.મી.ના અંતરે વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો જેના કારણે હેડ લાઇટ ચાલુ રાખી વાહન ચલાવવું પડ્યું હોય વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાઈ જતા સમગ્ર ભરૂચ વાસીઓએ હિલ સ્ટેશન જેવો અનુભવ કર્યો હતો.
Advertisement