Proud of Gujarat
INDIAFeaturedGujarat

કોરોનામાં મૃત્યુ પામેલા મૃતકના પરિવારજનોને 4 લાખની સહાયની માંગ સાથે ભરૂચ કોંગ્રેસે કલેકટરને પાઠવ્યું આવેદન.

Share

ભારતમાં દવાખાનાઓમાં અપૂરતી વ્યવસ્થા, દવા અને ઓક્સિજનના અભાવે કોરોના કાળમાં પીડિતો એ સ્વજનો ગુમાવ્યા. મહામારી કાયદા અંતર્ગત સરકારે કોરોના પીડિત પરિવારને 4 લાખ આપવા જોઈએ, એ માંગ હેઠળ કોંગ્રેસ દ્વારા કોવિડ 19 ન્યાય યાત્રા દ્વારા કોરોના પીડિત પરિવારોને ન્યાય મળે એ માટે કાર્યકમો કરી સરકારની ઊંઘ ઉડાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું અને અંતે સુપ્રિમકોર્ટ દ્વારા સરકારને ફરજ પાડવામાં આવી ત્યારે સરકારે 4 લાખના બદલે માત્ર 50 હજાર ચૂકવવાનું નક્કી કર્યું.

કોંગ્રેસએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે સરકારે કેટલાયે પરિવારોને હજુ આ વળતર ચૂક્વ્યુ નથી ત્યારે તત્કાલ પ્રભાવથી સરકાર દરેક કોરોના પીડિત પરિવારને 50 હજાર નહીં પણ 4 લાખ ચૂકવે એ માંગ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દિપકભાઈ બાબરીયાની અદયક્ષતામાં જિલ્લા પ્રમુખ પરિમલ સિંહ રાણા, નાઝુ ફડવાળા, શહેર પ્રમુખ વિકી શોખી, મહિલા પ્રમુખ જ્યોતિબેન તડવી, અંકલેશ્વરના શરીફ કાનૂગા સહિતના આગવેનાઓએ કલેકટરને આવેદન પાઠવી રજુઆત કરી હતી.

Advertisement

Share

Related posts

સાંસદ અહેમદભાઈ પટેલની ગ્રાંટમાંથી નારાયણ નગર – ૪ નાં કોમન પ્લોટમાં પેવર નખાતા ગંદકીની સમસ્યા દુર થઇ

ProudOfGujarat

USIBC એ જ્યુબિલન્ટ ભારતિયા ગ્રુપના શ્યામ એસ ભારતિયા અને હરિ એસ ભારતિયાને ગ્લોબલ લીડરશીપ એવોર્ડ એનાયત કર્યો

ProudOfGujarat

ખોટા દસ્તાવેજ ઊભા કરનાર શિક્ષક મહેશ સુથાર સબ જેલના શરણે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!