ભરૂચના ટંકારીયા ખાતે કાર્યરત સેવાભાવી સંસ્થા શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ સંચાલિત મદની શિફાખાના ખાતે લેબોરેટરી, ઇસીજી મશીન અને એક્ષ રે મશીન ઉદઘાટન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ તિલાવ તે કુરાન શરીફની આયતોથી કરાયો હતો. ત્યારબાદ મૌલાના અહમદ માલજી એ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટનો હાજરજનોને સુંદર ચિતાર આપ્યો હતો. ત્યારબાદ સામાજિક કાર્યકર અબ્દુલ કામથીએ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ સંચાલિત મદની શિફાખાનામાં ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ વિશે સુંદર ચિતાર આપ્યો હતો. સાથે સાથે રૂપિયા ૧૩ લાખના ખર્ચે એક્ષરે મશીન, ઈસીજી મશીન તેમજ લેબોરેટરી માટે દાન પ્રદાન કરનાર સખીદાતાઓનો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો.
સાથે સાથે મદની શિફાખાના ટ્રસ્ટમાં નિ:સ્વાર્થ સેવા પ્રદાન કરતા યુવાનોનો પણ તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ શૈખૂલ ઇસ્લામ ટ્રસ્ટ ગુજરાત પ્રદેશના મુખ્ય વહીવટકર્તા સૈયદ મૂઝફફર હુસૈનના હસ્તે લેબોરેટરી, ઇસીજી મશીન અને એક્ષરે મશીનનું ઉદઘાટન કરાયું હતું. અંતમાં દુઆ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું.
ગામના સરપંચ જાકીર ઉમટાએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે મદની શિફાખાના દવાખાનામાં આજે એક્ષરે મશીન, ઈસીજી મશીન અને લેબોરેટરીનું જે ઉદઘાટન થયું જે ખૂબ સારી વાત છે. આજનો કાર્યક્રમ સફળ રહ્યો. એક નાનકડી સંસ્થાના સ્વરૂપમાં શરૂ થયેલી સંસ્થા ઉત્તરોત્તર સફળતાના શિખર સર કરી રહી છે. ગામના સખીદાતાઓ સંસ્થાને ખૂબ સારી મદદ કરી રહ્યા છે. ગ્રામ પંચાયત તરફથી પણ અમે સહકાર આપીશું એમ તેઓએ જણાવ્યું હતું. ભવિષ્યમાં મદની શિફા દવાખાના મોટી હોસ્પિટલનું સ્વરૂપ ધારણ કરે એ માટે અમે વધુ પ્રયાસ કરીશું. મદની શિફા દવાખાના ટ્રસ્ટ અને ટ્રસ્ટીઓનો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો.
યાકુબ પટેલ, પાલેજ
ભરૂચ : ટંકારીયા ખાતે મદની શિફાખાના દવાખાનામાં લેબોરેટરીનું કરાયું ઉદઘાટન.
Advertisement