Proud of Gujarat
FeaturedGujaratINDIA

પશ્ચિમ બંગાળના સાંસદ વિરુદ્ધ ભરૂચ જૈન સમાજે કલેકટર સમક્ષ પાઠવ્યું આવેદન.

Share

પશ્ચિમ બંગાળના ટીએમસી ના સાંસદ મૌઉઆ મૈત્ર સંસદમાં નિવેદન આપ્યુ પરિવાર કે જૈન પરિવારનો દીકરો પરિવારથી છુપાઈને અમદાવાદની ગલીઓમાં નોનવેજ ખાય તેમ સંસદમાં નિવેદન કરતા જૈન સમાજમાં સાંસદ વિરુદ્ધની લાગણી વ્યાપી જવા પામી હતી જેના વિરોધમાં જૈન સમાજ દ્વારા સાંસદ મૌઉઆ મૈત્ર જૈન સમાજની માફી માંગે અને સાંસદ જો માફી નહીં માંગે તો સંસદ સભાના અધ્યક્ષ તેમને ગૃહમાંથી સસ્પેન્ડ કરે તે માંગ સાથે ઉગ્ર રજૂઆત સાથે જૈન સમાજ દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી.

જૈન સમાજ દ્વારા આજરોજ શક્તિનાથ મેદાન નજીક આવેલા જૈન મંદિરે ભેગા થઈ કલેકટર ઓફિસ પહોંચી ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવી સાંસદ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ સાથેનું આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ આટોદરિયા, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, જૈન સમાજના પ્રમુખ હિતેશ શાહ, જીગ્નેશ શાહ, રાજેશ શાહ, ચંદ્રકાંત શાહ, વિરલ શાહ સહિતના જૈન સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી કલેક્ટરને રજુઆત કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ મેક્રોન દ્વારા મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાવવાનાં સંદર્ભમાં કલેકટરને આવેદન પાઠવાયું.

ProudOfGujarat

દેશભરની સાથે સાથે સમગ્ર ગુજરાતમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.

ProudOfGujarat

ભરૂચ : એજન્ટોની સંડોવણી : સિંધોત ગામના સાઉદી અરબમાં ૧ વર્ષથી ફસાયેલાં પુત્રને છોડાવવા માટે પિતાએ જમીન આસમાન એક કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!