Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રમિકોની સમસ્યા અંગે બેઠક યોજાઈ.

Share

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અગ્રણી અને કામદાર નેતા અશોક પંજાબી કામદાર આગેવાનો અને કોંગીજનો સાથે શ્રમિકોની સમસ્યા અને માંગના મુદ્દે બેઠક કરી આંદોલનની રણનીતિની માહિતી આપી હતી. કામદાર અને કોંગ્રેસ અગ્રણી અશોક પંજાબી ગુજરાતના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ અસંગઠિત કામદારોના પ્રશ્નોના મુદ્દે સરકારની નીતિ સામે વિરોધ વ્યક્ત કરી આગામી દિવસોમાં શ્રમિક આંદોલનની રુપરેખા ઘડી રહ્યા છે. જે સંદર્ભે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગી અને શ્રમિક સંગઠનોના આગેવાનો સાથે બેઠક યોજી હતી. જેમાં ઉધોગોમાં કામદારોની અસુરક્ષા, ખાનગીકરણ તેમજ બાંધકામ સહિત વિવિધ ક્ષેત્રના અસંગઠિત કામદારોના લગુત્તમ વેતન, નોંધણી, લેબર કોર્ટ અને કચેરીઓમાં ખાલી જગ્યા ભરવા વિગેરે અંગે ચર્ચાવિચારણા કરી હતી. આગામી દિવસોમાં કામદારોના મુદ્દે સૌ પ્રથમ 14 મી ફેબ્રુઆરી એ જિલ્લા મથકે આવેદનપત્ર પાઠવવા સાથે રાજ્ય અને રાષ્ટ્ર વ્યાપી આંદોલનની રૂપરેખાની માહિતી આપી હતી.

આ બેઠકમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ વિકી શોખી, સહિતના કોંગી અગ્રણીઓ અને કામદાર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : ઝાડેશ્વર ચોકડી પાસેના સર્વિસ રોડ પર થતા ગેરકાયદે પાર્કિગ મામલે સ્થાનિક અગ્રણીની ટ્રાફિક પોલીસ વિભાગમાં રજુઆત.

ProudOfGujarat

સુરેન્દ્રનગરમાં આંગડિયા પેઢીમાં બોગસ નામ ધારણ કરી લાખોની છેતરપિંડી કરનાર શખ્સ રાજકોટથી ઝડપાયો.

ProudOfGujarat

લોકસભા ચૂંટણીના પડઘમ, ભાજપ નું યોજાયું કાર્યકર્તા સંમેલન*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!