Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આમોદના તણછા ગામ પાસે અજાણ્યા વાહનના ચાલકે આધેડને અડફેટે લેતા મોત નીપજયુ.

Share

આમોદના તણછા ગામ પાસે અજાણ્યા વાહનના ચાલકે એક 52 વર્ષીય આધેડને અડફેટે લેતા મોત નીપજયું.

મળતી માહિતી મુજબ જંબુસર તાલુકાના કોરા ગામે સ્ટેશન વિસ્તારના પરમાર સુરસંગ સીવસીંગ ઉંમર વર્ષ 52 નાઓ આમોદ તાલુકાના બોડકા ગામના પોતાના સંબંધી ત્યાં રેહતા હતા અને સબંધીના ખેતરે સવારે 10 વાગ્યાંની આસપાસ જવા નીકર્યા હતા અને સાંજના 7 વાગ્યાંની આસપાસ બોડકા આવવા માટે નીકર્યા હતા ત્યારે સોલારીઝમ પ્લાન્ટ પાસે આવેલ તણછા કુર્ષી ફાર્મની આસપાસ મેઈન રોડ પર ચાલતા આવતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટમા લીધા હતા અને વાહન સાથે વાહન ચાલક ઘટના સ્થરેથી ફરાર થઇ ગયો હતો. ઘટનાની થોડીવાર પછી સ્થાનિક રાહદરીઓ અકસ્માતનું માલુમ પડતા વાયુ વેગે વાત ફેલાતા લોક ટોરા ભેગા થઇ જતા 108 ની મદદથી આમોદ રેફરલ હોસ્પીટલે સુરસંગ ભાઈને લાવવામા આવ્યા હતા હાજર ડોકટરે મૂર્ત જાહેર કર્યા.

Advertisement

ઘટના સદર્ભે નરેશ ભાઈ છત્રસંગ પઢીયારે આમોદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવતા મૃર્તકનો કબ્જો લઇ પી.એમ અર્થે પી.એમ રૂમમા ખસેડયા અને અજાણ્યા વાહન સામે ગુનો નોંધી વધુ તપાસ આમોદના પી. એસ.આઈ.જે. જી. કામળિયા ચલાવી રહ્યા છે.


Share

Related posts

ઝધડીયા તાલુકાના બલેશ્વર ગામમાં પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રથમવાર “સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભા”નું ભવ્ય આયોજન કરાયું.

ProudOfGujarat

ભરૂચ શહેરની પણ તમામ કોલેજો આજે એનએસયુઆઇ દ્વારા બંધ કરવામાં આવી હતી.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના સાત તાલુકાના ૩૦૭ ગામ તળાવો તથા ૧૫૩ ચેકડેમો લોકભાગીદારીથી ઉંડા કરવામાં આવશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!