ભરૂચ જિલ્લાના વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રણા એ તેમના મતવિસ્તારમાં ઘરે ઘર આયુષમાન કાર્ડ પહોંચાડી ગરીબ અને શ્રમજીવીઓની સેવા અંગે અનોખું અભિયાન શરૂ કરેલ છે.
ભારત સરકારની જન આરોગ્ય યોજનામાં આયુષ્યમાન કાર્ડ હેઠળ વ્યક્તિને રૂપિયા 5 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે મળે છે. ત્યારે વાગરા વિધાનસભા ક્ષેત્રના 1.50 લાખ લોકોને લાભ મળે તે માટે ગરીબ અને મધ્યમવર્ગ સહિતના તમામલોકોને રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપતા આયુષ્યમાન કાર્ડને ઘર ઘર સુધી પહોંચાડવાનું અભિયાન વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ હાથ ધરતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. વાગરા મતવિસ્તારના લોકો આ અભિયાનના પગલે આરોગ્ય ક્ષેત્રે નિશ્ચિત થઈ ગયા છે. આયુષ્યમાંન કાર્ડ ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે આશીર્વાદરૂપ છે. અનેક લોકો આયુષ્યમાંન કાર્ડના આધારે પોતાની સારવાર કરાવી રહ્યા છે. આ કાર્ડ વાગરા વિધાનસભા ક્ષેત્રમાં ઘર ઘર સુધી પહોંચાડવાનું અભિયાન ધારાસભ્ય અરુણસિંહ રણાએ હાથ ધર્યું છે. જેમાં તેમણે અલગ અલગ ટીમો બનાવી છે. જે વાગરા વિધાનસભા ક્ષેત્રના ગામડાઓ ખૂંદી રહી છે. અને વિનામૂલ્યે ગ્રામજનોને આયુષ્યમાંન કાર્ડ મળે તે માટે કામગીરી કરી રહી છે. ધારાસભ્યના આગવા અભિગમને લોકો આવકારી રહ્યા છે. લોકોને આરોગ્ય અંગેના આ કાર્ડ કઢાવવા અંગે સરકારી ઓફિસોમાં ધક્કા ન ખાવા પડે તેમજ નાણાકીય ખર્ચ ન કરવો પડે તેથી ધારાસભ્ય અરુણસિંહ રણાએ પોતાના માણસોની ટિમ બનાવી આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે.
ભરૂચ : વાગરાના ધારાસભ્ય દ્વારા ઘેર ઘેર આયુષ્યમાન કાર્ડ પહોંચાડવાનું અભિયાન હાથ ધરાયું.
Advertisement