દહેજ બાયપાસ રોડ પર ભરૂચના શેરપુરા ગામ નજીક માર્ગ પરથી પસાર થતી કોઈ કંપનીની લકઝરી બસે 55 વર્ષીય ઇસ્માઇલભાઇ આદમ માંચવાલાને અડફેટે લીધો હતો. અકસ્માતમાં એક બસમાંથી ઊતરી રસ્તો ક્રોસ કરી જઈ રહેલા ડ્રાઈવરનું બીજી બસથી મોત થતાં રોષે ભરાયેલા સ્થાનિક લોકોનાં ટોળેટોળાં રસ્તા પર ઊતરી આવ્યાં હતાં. માર્ગ પર ટોળાંએ ચક્કાજામ કરી અકસ્માત સર્જક લકઝરી બસમાં તોડફોડ કરી એતેને આગને હવાલે કરી દીધી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતાં જ પોલીસ ટીમ સહિત ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થીતી પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા.
આ ઘટનામાં બસ ચાલક તરીકે શેરપુરાના ફોકલ ફળીયામાં રહેતા આશરે 55 વર્ષીય ઇસ્માઇલભાઇ આદમભાઇ માંચવાલા નોકરી કરતા હતા. આજરોજ મોડી સાંજે ૮.૩૦ ની આસપાસ તેઓ પોતાની બસના પેસેન્જરો ઉતારી શ્રવણ ચોકડી તરફથી પરત આવી પોતાની બસ શેરપુરા બસ સ્ટેન્ડ પાસે ઉભી રાખી બસનો દરવાજો ખોલી નીચે ઉતરી રહ્યા હતા. ત્યારે સામેથી દહેજ સાઇડ ઉપરથી પુર ઝડપે આવતી જમાદાર ટ્રાવેલ્સની બિરલા કોપરની શીફ્ટ લઈ પુરઝડપે આવતી લકઝરી બસના ચાલકે ઇસ્માઇલભાઇને અડફેટે લેતા તેમને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.
અકસ્માત થતાં જ સ્થાનિકો ટોળા ઉમટ્યા હતા અને અકસ્માત સર્જી ભાગવા જતા લકઝરી ચાલકને આંતરી બસને થોભાવી દીધી હતી. ગામના જ વયસ્કના મોતના પગલે ઉશ્કેરાયેલા સ્થાનિકોએ બસમાં તોડફોડ કરી અકસ્માત સર્જનાર બસ તેમજ તેની આગળ ઉભેલ જમાદાર કંપનીની બિરલા કોપરની બસને સળગાવી દીધી હતી. જોતજોતામાં બસની આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા એકસમયે શેરપુરા રોડ ઉપર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ ટીમ સહિત ફાયર ટેન્ડરો તાત્કાલીક ધટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવા પ્રયત્નો હાથધર્યા હતા. તો પોલીસે મામલો થાળે પાડવાની સાથે મૃતકની લાસને પી.એમ. અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે. બીજી તરફ દહેજ બાયપાસના શેરપુરા રોડ નજીક ભડકે બળતી 2 લકઝરી બસ વચ્ચે ટોળાંના રસ્તા જામથી દહેજ, જંબુસર તેમજ હાઇવે અને ભરૂચ તરફથી આવતો ટ્રાફિક પણ અટકી ગયો હતો.
ભરૂચનાં શેરપુરા નજીક બસ અડફેટે એકનું મોત થતાં સ્થાનિકોએ સળગાવી બે બસ.
Advertisement