સરકાર દ્વારા કોવિડ-૧૯ મહામારી અન્વયે રસીકરણ કાર્યક્રમ હાલ ચાલુ છે જે અન્વયે ભરૂચ જિલ્લાના તમામ તાલુકામાં કોવિડ-૧૯ મહામારી અન્વયે રસીકરણ કાર્યક્રમ હાલ પુરજોશમાં કાર્યરત છે.
કલેકટર તુષાર સુમેરા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના આરોગ્ય વિભાગ ધ્વારા હેલ્થ કેર વર્કર, ફ્રન્ટ્લાઇન વર્કર તથા ૬૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓની કે જેઓ અન્ય ગંભીર ક્રોનિક બીમારીની સારવાર ચાલુ હોય તેવા નાગરિકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવનાર છે. જેમાં અંદાજીત ૩૬૦૦૦ ઉપરાંત પ્રિકોશન ડોઝના લાભાર્થીઓ, ૧૫-૧૭ વર્ષની ઉંમરના લાભાર્થીઓ, તથા ૧૮ થી વધુ ઉંમરના બીજા ડોઝના બાકી લાભાર્થીનું રસીકરણ નિયત થયેલ ૨૫૩ વેકસીન સેન્ટર પરથી આપવાનું આયોજન કરેલ છે. જેના ભાગરૂપે આજે સાંજે ૦૪:૦૦ કલાક સુધીમાં ૮૧૯૪ વ્યક્તિઓનું રસીકરણ કરાયું હતું. જેમાં હેલ્થ વર્કર ૭૫, ફ્રન્ટલાઈન વર્કર ૨૨૦, ૧૫ થી ૧૭ વર્ષના બાળકોને ૨૮૬૮, ૧૮ થી ૪૪ વર્ષના વ્યક્તિઓને ૩૩૧૨, ૪૫ થી ૫૯ વર્ષની વ્યક્તિઓને ૫૬૩ અને ૬૦ થી વધારે ઉંમરના ૧૧૫૬ વ્યક્તિઓને રસીકરણ કરાયું હતું.