ભરૂચ તાલુકાના ટંકારીયા ગામના એક યુવકે ગળા ફાંસો ખાઇ જીવન ટુંકાવી લેતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ટંકારીયા ગામની નવીનગરીમાં રહેતા સંજય રમેશભાઈ વસાવા ઉ. વ. ૨૦ નાઓએ કોઈ અગમ્ય કારણોસર ગળા ફાંસો ખાઇ લેતા યુવાનનું મૃત્યુ થયું હતું.
ઘટનાની જાણ થતા પાલેજ પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહનો કબજો મેળવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ઘટના સંદર્ભે વધુ તપાસ ટંકારીયાના બીટ જમાદાર ધનજીભાઈ વસાવા કરી રહ્યા છે. યુવકે ગળા ફાંસો ખાઇ લેતા તેના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી છવાઈ જવા પામી હતી.
Advertisement
યાકુબ પટેલ, પાલેજ