Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની જીએનએફસી સ્કુલ ખાતે ૧૫ થી ૧૭ વર્ષના વેક્સિન લેનાર બાળકોને “સ્કુલ બેગ” આપી પ્રોત્સાહિત કર્યા.

Share

કોરોના સુરક્ષાચક્રને સુનિશ્ચિત કરવા ખાસ કોવિડ-૧૯ રસીકરણ મેગાડ્રાઈવ અંતર્ગત આજરોજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલે ભરૂચની જીએનએફસી સ્કુલ ખાતે ૧૫ થી ૧૭ વર્ષ સુધીના બાળકો માટે ચાલતાં રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમણે આ વેળાએ વેક્સિન લેનાર ૧૫ થી ૧૭ વર્ષના બાળકોને સ્કુલ બેગ આપી પ્રોત્સાહિત કર્યા હતા.

નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલે કોરોના વાયરસથી સુરક્ષિત રહેવા કોવિડ-૧૯ વેક્સિનની રસી જ એક માત્ર અમોધ શસ્ત્ર છે. વેક્સિનેસન વધુ થાય અને કોરોના સંક્રમણથી લોકો બચે તે માટે યુવા અનસ્ટોપેબલ સંસ્થા અમદાવાદ દ્વારા અગાઉ સાડાત્રણ લાખ તેલના પાઉચ તેમજ બાળકોને સ્કુલ બેગ ડોનેટ કરી સરાહનીય કાર્ય કરવા બદલ સંસ્થાની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. આ વેળાએ આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓની કામગીરીને પણ બિરદાવી હતી. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એસ.દુલેરા, આરોગ્ય વિભાગના ડૉ. મુનીરા શુક્લા, ડૉ. અનિલ વસાવા, શિક્ષણ વિભાગનાશ્રી દિવ્યેશભાઈ પરમાર, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

પ્રાઉડ ઓફ ગુજરાત ઇમ્પેક્ટ : ભરૂચ એસ. ઓ. જી. એ ગેરકાયદેસર રીતે બાયોડિઝલ બનાવતું કૌભાંડ ઝડપી પાડયું : કામગીરીમાં હજુ પણ ઢીલાસ…

ProudOfGujarat

જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ ૦૦૦૦૦૦

ProudOfGujarat

અંકલેશ્વર : નગરપાલિકામાં નાણાની ઉંચાપત.મહિલા કર્મીને નોટિસ.ગરીબોના 1.33 લાખ ખોવાઈ ગયાનો ખુલાસો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!