ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિક્તા મંત્રાલય દ્વારા સ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના “ કૌશલ ભારત કુશલ ભારત” સ્વપ્નને સાકાર કરવા ભરૂચ જિલ્લામાં વિવિધ પ્રકારની સ્કીલ તાલીમનું આયોજન કરવામાં આવે છે અને સંતોષકારક તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે.
ગત ત્રણ માસ દરમ્યાન સંસ્થાના રીસોર્સ પર્સન તેમજ તાલુકા ભાજપના ઉપપ્રમુખ હેમાંગીબેન દવે દ્વારા ઝનોર, સામલોદ, કવીઠા અને શાહપુરા વિસ્તારની બહેનોને બ્યુટી એન્ડ વેલનેસની સ્કીલ તાલીમ આપી આ તાલીમમાં પાસ થનાર બહેનોને ૧૫૧ વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરૂણસિંહ રણાના મુખ્ય અતિથિ વિશેષ પદે તેમજ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિવ્યજીતસીંહ ચુડાસમા તેમજ તાલુકા પંચાતય ભરૂચના પ્રમુખ મોનાબેન પટેલના અતીથી વિશેષ પદે શ્રી નર્મદા માતા મંદીર, નર્મદા ઘાટ, ઝનોર ખાતે મેગા પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ આયોજીત કર્યો હતો.
આ કાર્યક્રમમાં સંમીલીત ગામોના સરપંચો, ઉપસરપંચો તથા સ્થાનીક આગેવાનો અને તાલીમાર્થી બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. સ્વાગત પ્રવચન કરતા નિયામક ઝયનુલ સૈયદે જન શિક્ષણ સંસ્થાનની કામગીરી અને કાર્યપ્રણાલી વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી અને સમગ્ર જિલ્લામાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ, એનજીઓ વગેરે સાથેના સંકલનથી ભરૂચ જિલ્લામાં ચાલતી કામગીરી અંગે વિગતો રજુ કરી હતી અને સમગ્ર દેશમાં જેએસએસની આગવી ઓળખ વિશે ઉપસ્થિતોને માહિતગાર કરી આગામી દિવસોમાં શરૂ થનાર “ સ્કીલ હબ ” અને “ સંકલ્પ પ્રોજેકટ ” અંગે સૌને માહિતગાર કર્યા હતા. દિવ્યજીતસીહ ચુડાસમાએ પ્રાસંગીક પ્રવચનમાં સંસ્થાની કામગીરીને બીરદાવી અન્ય તાલુકાઓમાં પણ આવા કાર્યક્રમો યોજવા અનુરોધ કર્યો હતો . જયારે પ્રમુખ સ્થાનેથી ધારાસભ્ય અરૂણસિંહ રણાએ હાજરજનોને સરકારની વિવિધ યોજનાઓ થકી મળેલ લાભો અને આગામી શરૂ થનાર યોજનાઓ વિશે માહિતી પૂરી પાડી હતી તેમજ ઉપસ્થીત ગ્રામ્ય આગેવાનોનું બહુમાન કર્યું હતું. આ કાર્યક્રમની સાથે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના “ મન કી બાત કાર્યક્રમને ” પણ જોડવામાં આવ્યો હતો.
યાકુબ પટેલ, પાલેજ
જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા સ્કીલ તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓ માટે મેગા પ્રમાણપત્રો વિતરણ કાર્યક્રમ યોજાયો.
Advertisement