Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડો. નીમાબેને કુબેર ભંડારી મંદિરની લીધી મુલાકાત.

Share

પોષી અમાસના પવિત્ર પર્વે ગુજરાત વિધાનસભાના અઘ્યક્ષા ડો. નીમા બહેન આચાર્યએ કરનાળીની મુલાકાત લઈ પ્રાચીન મંદિરમાં ભગવાન કુબેરેશ્વર શિવના ભક્તિભાવપૂર્વક દર્શન અને પૂજન કરવાની સાથે રાજ્યના સુખ સમૃદ્ધિ અને આરોગ્ય રક્ષા સાથે જન કલ્યાણની ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી.

આ પ્રસંગે કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટના મેનેજર રજનીભાઇ પંડ્યાએ વિધાનસભા અધ્યક્ષ અને સાથે આવેલા મહેમાનોને હાર્દિક આવકાર આપ્યો હતો. વિશ્વના આ એકમાત્ર કુબેર તીર્થના અપરંપાર મહિમાની શાસ્ત્રોક્ત જાણકારી આપી હતી. તેમણે મહેમાનને કુબેરદાદાની તસ્વીર અને માતાજીને ધરાવેલી ચુંદડીની પ્રસાદી અર્પણ કરી હતી. વરિષ્ઠ પત્રકાર નિવાસી તંત્રી વિનોદ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. અધ્યક્ષ સાથે તેમની આગેવાની હેઠળ ગાંધીધામમાં ચાલતી સેવા સંસ્થાની સહયોગી બહેનોએ પણ કુબેરદાદાના દર્શન અને ભાવ વંદના કરી હતી.

Advertisement

Share

Related posts

અખિલ હિન્દ મહિલા પરિષદ સુરત શાખા તરફથી એક લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો.

ProudOfGujarat

જનતા જનાર્દનના કામ ન થતા જનતામાં રોષ વ્યાપી જતા ધારાસભ્ય અને ભરૂચ નગરપાલિકા પ્રમુખ ને ધક્કે ચડાવ્યા …

ProudOfGujarat

વલસાડ-છીપવાડ પ્રણામી મંદિર ખાતે ચતૃર્થ શતાબ્દી મહોત્સવ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!