Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નબીપુરમાં ગ્રામ પંચાયત દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયુ.

Share

ભરૂચ જિલ્લાના નબીપુર ગામ ખાતે હાલમાં જ ચાર્જ સંભાળનાર ગ્રામ પંચાયત ટીમ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયુ હતું. ગામની ભાગોળમાં જમા થયેલો કચરો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. ગ્રામ પંચાયત દ્વારા એક JCB અને ટ્રેક્ટરો દ્વારા યોગ્ય જગ્યાએ કચરાનો નિકાલ કરાયો હતો.

સમગ્ર કામગીરી ગામના સરપંચ, ડે.સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોની દેખરેખ હેઠળ હાથ ધરાઈ હતી. ગામની ભાગોળ સ્વચ્છ બનતા ગામની ભાગોળનું વાતાવરણ પણ હવે સ્વચ્છ બનશે. સાથોસાથ ગ્રામ પંચાયતે ગ્રામજનોને અપીલ કરી હતી કે કચરો ગમે ત્યાં ન નાખી એક ચોક્કસ ઠેકાણે નાખવો જેથી તેનો નિકાલ સમયાંતરે યોગ્ય રીતે કરીને વાતાવરણને દૂષિત થતું અટકાવી શકાય.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર જિલ્લામાં હજી કેટલા બોગસ ડોકટરો છે?? આરોગ્ય વિભાગની મીલીભગત કે પછી તંત્રની બેદરકારી?

ProudOfGujarat

અમદાવાદ RTO દ્વારા શાળા બહાર યોજાઈ ત્રીજી વખત ટ્રાફિક ડ્રાઈવ-પશ્ચિમ વિસ્તારની 12 સ્કૂલો પર 12 ટીમ દ્રારા કરવામાં આવી રહી છે કામગીરી…!!

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ગામે તવક્કલ બેકરીની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!