આઈસ સ્ટોક સ્પોર્ટસ 8 મી રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ-2022 તાજેતરમાં શ્રીનગરના ગુલમર્ગ ખાતે યોજાઈ હતી. આ આઈસ સ્ટોક સ્પોર્ટસ ચેમ્પિયનશીપમા ગુજરાત સહિત 17 રાજ્યોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાંથી ચેમ્પિયનશીપમાં ગુજરાત રાજયના 12 જેટલા ખેલાડીઓએ આઈસ સ્ટોકની રમતમાં ભાગ લીધો હતો. જ્યાં નેત્રંગ તાલુકાના બેડાકંપની ગામની દ્રષ્ટિ વસાવાએ પણ રમતમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. સ્પોર્ટસ નેશનલ ચેમ્પિયનશીપમાં દ્રષ્ટિ વસાવાએ બ્રોન્ઝ મેડલ્સ જીત્યો હતો. ભરૂચ જિલ્લા માટે ગૌરવ હોય આથી ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવાએ દ્રષ્ટિનું સન્માન કર્યું હતું.
2021 આઈસ સ્પોટ જોવા અને રમી તેમા બ્રોન્ઝ મેડલ મેળવ્યો. ગુજરાતના દીકરાઓને આગળ લાવવા હતા નક્કી કર્યું હતું.આ જર્મનીની ગેમ છે. સ્ટોકનું વજન 6 કેજી હોય છે.કેરમની જેમ કવીન હોય છે.આ ગેમમાં બળ અને બુધ્ધિ જોઈએ. ટ્રાઈબલ બાળકોમાં એક ટેલેન્ટ હોય છે.બીજેપી સરકાર સ્પોર્ટ્સમાં ઘણું સહકાર આપે છે.વિષમ પરિસ્થિતિ હતી ગુલમર્ગમાં તેમાં પણ સારું પર્ફોર્મસ કર્યું. ગુજરાતના રમતવીરો પોતાનું નામ માત્ર નહિ ગુજરાત અને દેશનું ગૌરવ વધારી રહ્યા છે.ઓલિમ્પિકમાં આવનાર દિવસોમાં આ જિલ્લાના રમતવીરો હશે. આઈસ સ્ટોક સ્પોર્ટસ ફેડરેશન ઓફ ગુજરાત અને તેમના કોચ વિકાસ વર્માએ શુભેચ્છાઓ પાઠવી હતી.
હાલ એકમાત્ર નેશનલ પ્લેયર ટ્રેનીંગ આઇસની જગ્યાએ રોડ ઉપર પ્રેક્ટિસ કરી નરેન્દ્ર મોદીએ ગુજરાતનું નેતૃત્વ કર્યું એ બદલ એમનો આભાર દ્રષ્ટિ વસાવા .