ભરૂચમાં ઘણા લાંબા સમયથી વરસાદી પાણીનો ભરાવો, રસ્તાનું પેચવર્ક કામ, ભૂગર્ભ ગટર સહિતના કાર્યો પેન્ડિંગ હોય તેવા સમયમાં આજે ભરૂચના એક સિનિયર સિટીઝન બિપીનચંદ્ર જગદિશવાલા દ્વારા માથે ટોપી ધારણ કરી સિટી વગાડી પોતાના શરીર પર બેનર ધારણ કરી નગરપાલિકા દ્વારા લોકહિતના કાર્યો થતાં નથી તેવું બેનર લટકાવી જનજાગૃતિ અભિયાન કર્યું હતું.
આકર્ષણનું કેન્દ્ર બનેલ આ અભિયાન દ્વારા ભરૂચ નગરપાલિકાની પોલ ખુલી હતી. તેમણે જણાવ્યું હતું કે પાંચબત્તી અને અન્ય વિસ્તારમાં ભરૂચ નગરપાલિકા દ્વારા જંગી રકમનો ખર્ચ કરવામાં આવે છે. વિકાસના નામે ફાળવવામાં આવતા રૂપિયાથી કોઈ પ્રજાલક્ષી કામગીરી કે કોઈ અન્ય કાર્યો થયા હોય તેવું પાંચબત્તી સહિતના વિસ્તારોમાં જોતાં લાગતું નથી. આ સહિતના અનેક વિસ્તારોમાં ભરૂચમાં વર્ષોથી “જૈસે થે” ની સ્થિતિમાં છે તો આજે અહીં વિકાસના નામે વપરાતા પ્રજાના રૂપિયાનું નગરપાલિકા આખરે શું કરે છે? તેવા વેધક સવાલ આકર્ષણનું કેન્દ્ર બનેલા આ જનજાગૃતિ અભિયાન દ્વારા કરાયા હતા.