વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ કાસવા ગામે વાસ્મો યોજના હેઠળની ઓવરહેડ ટાંકીનું ખાતમુહૂર્ત કરતા ગામની વર્ષો જૂની પીવાના મીઠા પાણીની સમસ્યા હલ થશે.
ભરૂચ તાલુકાનું કાસવા ગામ વર્ષોથી પીવાના મીઠા પાણી માટે વલખા મારતું હતું. વાગરાના ધારાસભ્ય અરુણસિંહએ વાસ્મોની જનભાગીદારીની નલ સે જલ યોજનામાં ઓવરહેડ ટાંકી બનાવવા રૂપિયા 19 લાખ ફાળવતા યોજનાને મંજૂરી મળી હતી. જેમાં કાસવા ગામમાં રૂપિયા 17.78 લાખના ખર્ચે 80,000 લિટરની ક્ષમતાંની ઓવરહેડ ટાંકી બનાવવા માટે ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે ખાતમુહૂર્ત થયું હતું. જેમાં મધ્યબારા જૂથ પાણી પુરવઠા યોજનમાંથી મીઠું પાણી પૂરું પાડવામાં આવશે. આ યોજનાથી કાસવા ગામના 417 ઘરોના 1505 વ્યક્તિઓની પીવાના પાણીની સમસ્યા હલ થશે.
ખાતમુહૂર્ત અવસરે ધારાસભ્ય અરુણસિંહ રાણાએ ગામના માળખાગત વિકાસ માટે પોતાની કટિબદ્ધતા બતાવી હતી. તો કાસવા ગામના સરપંચ ઘનશ્યામસિંહ રાજે પણ પાણીની સમસ્યા હલ થવાને લઈ આનંદ વ્યક્ત કરી ધારાસભ્ય અરુણસિંહ રણા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.આ પ્રસંગે કાસવા ગામના આગેવાનોમાં નરેન્દ્રસિંહ પહાડસિંહ રાજ, મનુભા રાજ, નરપતસિંહ રાજ, જશવંતસિંહ રાજ, રણજીતસિંહ ચાવડા તથા ગાંપતસિંહ ગોહિલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચના કાસવા ગામે 80 હજાર લિટરની ઓવરહેડ ટાંકીનું કરાયુ ખાતમુહૂર્ત.
Advertisement