Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિતે નેત્રંગમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

Share

નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવામા આવતા નેત્રંગ નગર સહિત તાલુકાના યુવક યુવતિઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લઇને ૩૦ જેટલી બોટલો રકત એકત્ર કરીને ભરૂચ સીવીલ હોસ્પિટલ ખાતે અર્પણ કરવામા આવ્યુ હતુ.

૨૬ મી જાન્યુઆરીને ૭૩ મા પ્રજાસત્તાક પર્વ નિમિતે ભારતીય જનતા પાર્ટી નેત્રંગ તાલુકા યુવા મોરચાના બીજેશકુમાર ભરતભાઇ પટેલ તેમજ યુવા કાર્યકરો દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિતે નેત્રંગ નગરના ગાંધીબજાર વિસ્તારમા આવેલ જલારામ મંદિર હોલ ખાતે સીવીલ હોસ્પિટલ ભરૂચના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા નેત્રંગ નગરથી લઇને તાલુકાના ગ્રામ્ય વિસ્તારના યુવક યુવતિઓએ ઉત્સાહભેર ભાગ લઇને રકતદાન ક્યુ હતુ. કુલ ૩૦ જેટલા લોકોએ રકતદાન કયુ હતુ. જેને લઇને ૩૦ બોટલ રકત એકત્ર થતા સીવીલ હોસ્પિટલ ભરૂચને અર્પણ કરવામા આવ્યુ હતુ.

Advertisement

Share

Related posts

ભરૂચ ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરીંગ કમિટી (દિશા) ની બેઠક યોજાઈ

ProudOfGujarat

અંકલેશ્વર રાજપીપળા ટ્રેન જલ્દીથી શરૂ કરવા પ્રબળ બનતી માંગ…

ProudOfGujarat

સુરત-અમરોલીમાં સાવકા પિતાનો સગીર દીકરી પર બળાત્કાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!