.
બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ગત ૨૬ તારીખ ની સાંજ ના સમયે ભરૂચ ના તુલસીધામ વિસ્તાર માં આવેલ શ્રી રંગ કૃપા સોસાયટી ના મકાન નંબર એ ૭૧ માં છેલ્લા કેટલાક સમય થી ભાડા નું મકાન રાખી રહેતા અને ખાનગી કંપની માં નોકરી કરતા જગદીશ ભાઈ સોલંકી તેઓ ની પત્ની વંદના અને બે બાળકો-પુત્રી રૂપાલી અને પુત્ર વેદાંત સાથે રહેતા હતા……
જેણે આર્થિક તંગી ના કારણે થતી માનસિક હેરાનગતિ માં સમગ્ર હત્યા કાંડ ને અંજામ આપી પોતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો તેમ જાણવા મળ્યું હતું.સમગ્ર ટ્રિપલ હત્યા બાદ ઇજાગ્રસ્ત હાલત માં જગદીશ ને સારવાર અર્થે વડોદરા ની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો …જે બાદ માં આજે બપોર ના સમયે તેને પ્રથમ વખત ભરૂચ કોર્ટ માં હાજર કરવામાં આવ્યો હતો………
કોર્ટ માં જજ સમક્ષ હાજર થયા બાદ જગદીશ કોર્ટ રૂમ ની બહાર આવ્યા બાદ સૌંચક્રિયા માટે ગયો હતો અને કોર્ટ કાર્યવાહી બાદ જગદીશ ને ભરૂચ સબ જેલ માં મોકલવાનો હુકમ કરવામાં આવ્યો હતો …કોર્ટ પરિસર ની બહાર જગદીશ ને લાવતા હતા ત્યારે મીડિયા કર્મીઓ દ્વારા તેને સમગ્ર હત્યા કાંડ મામલા ને કેમ અંજામ આપ્યો હતો તે અંગેનો જાણવા નો પ્રયાસ કરતા પ્રથમ તો જગડીશે બિન્દાસ અંદાજ માં સમગ્ર ઘટના ક્રમ અંગે જણાવ્યું હતું..પરંતુ બાદ માં તેના પરીવાર ની હત્યા કર્યા બાદ તેને અફસોસ છે તે અંગે પૂછતા કોર્ટ પરિસર ની બહાર જ મીડિયા ના કેમેરા સામે જગડીસે રડી દીધું હતું અને રડતા રડતા તેને પોલીસ વાહન માં બેસાડી ભરૂચ સી ડિવિઝન પોલીસે તેને સબ જેલ ખાતે કસ્ટડી માં પહોંચાડવાની તજવીજ હાથ ધરી હતી………..