Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારતીય અભિનેત્રી જ્યોતિ સક્સેનાએ દુબઈમાં 73 માં પ્રજાસત્તાકની ઉજવણી કરી.

Share

ભારતનો 73 મો પ્રજાસત્તાક પર્વ ગઇકાલે હતો. સમગ્ર દેશવાસીઓએ આ પર્વને રંગેચંગે દેશભક્તિ સાથે ઉજવ્યો. પ્રતિભાશાળી એકટર જ્યોતિ સક્સેનાએ વિદેશમાં રહીને પણ આપના ભારત દેશના પ્રજાસત્તાક પર્વને ઉજવ્યું હતું.

અભિનેત્રી જ્યોતિ સક્સેનાએ દુબઈમાં રહીને પણ ભારતના તહેવારોને ભૂલ્યા નથી. ભારતના 73 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે એક અનોખો વિડીયો બનાવી સોશ્યલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જેમાં ભારત દેશનો તિરંગો વિવિધ સ્વદેશી પ્રોડકટ તેમજ અત્યંત ગૌરવપૂર્ણ અભિનેત્રી એ આ વિડિયોમાં રાષ્ટ્રધ્વજને સલામી આપી છે. તેઓએ આ વિડિયોમાં અત્યંત સાદો પોશાક ધારણ કર્યો હતો જેમાં ભૂરા ડેનિમની સાથે પીળા કલરની ટી-શર્ટ પહેરી હતી. આગામી સમયમાં તેઓ પોતાની કરિયરની નવી યોજનાઓ જાહેર કરશે. હાલ તેમના આ વિડિયોએ સોશ્યલ મીડિયામાં ગજબની લોકપ્રિયતા મેળવી છે. અભિનેત્રી જ્યોતિ સક્સેના ભારતીય છે તેઓ આપના રાષ્ટ્ર ભારતને ખૂબ જ પસંદ કરે છે. તેમનો દેશપ્રેમ આ વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસતા વીજળી ત્રાટકતા એક પશુનું મોત અને એક મકાનને નુકસાન થયું

ProudOfGujarat

મંગળવારે મહાશિવરાત્રી : શું છે મહત્વ શિવરાત્રિનું ???

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન તથા વાલિયા પોલીસ સ્ટેશનના ગુનાઓના વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી. પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!