ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જીલ્લામાં દારૂ અને જુગારની ગે.કા.પ્રવૃતિ અટકાવવા અસરકારક કામગીરી કરવા તથા પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીઓને સત્વરે ઝડપી પાડવા આપેલ સુચના આધારે જે.એન.ઝાલા પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી.ના માર્ગદર્શન મુજબ જીલ્લામાં દારૂ અને જુગાર કેશો શોધી કાઢવા તથા પ્રોહીબિશનના ગુનાઓમાં લાંબા સમયથી વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ભરૂચ લોકલ કાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી વર્કઆઉટ શરૂ કરવામાં આવેલ હતું.
એલ.સી.બી.હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેક્નિકલ સર્વેલન્સથી મળેલ હકિકત આધારે અંકલેશ્વર તાલુકાના કુખ્યાત બુટલેગર ઇદ્રીશ ઉર્ફે ભૈયો મનુખાં શેખને દમણ મુકામેથી એલ.સી.બી.દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે. આરોપીની પુછપરછમાં ભરૂચ જીલ્લાના ૦૩ પ્રોહી ગુનામાં તથા વડોદરા ગ્રામ્યના કરજણ પો.સ્ટે.ના ૦૧ તેમજ નવસારી જીલ્લાના ચીખલી પો.સ્ટે.ના ૦૧ પ્રોહી તથા સુરત ગ્રામ્યના કોસંબા પો.સ્ટે.ના ૦૧ ગુનામાં મળી કુલ ૦૬ ગુનામાં વોન્ટેડ હોવાની હકિકત જણાયેલ છે. સદર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ભરૂચ શહેર ” બી ” પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે. પકડાયેલ આરોપી વોન્ટેડ ગુનાની વિગત જોતા ઇદ્રીશ ઉર્ફે ભૈયો મનુખાં શેખ રહેવાસી મકાન નં. ૨૮૦ પ્રતિષ્ઠા રેસીડેન્સી, નવજીવન હોટલ પાછળ પાનોલી તા. અંકલેશ્વર જી.ભરૂચ કબ્જે કરેલ મુદ્દામાલમાં મોબાઇલ નંગ -૨ કિ.રૂ. ૧૦,૦૦૦ વરના ફોરવ્હીલ ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦ /- મળી કુલ મુદ્દામાલ કિં.રૂ.૫,૧૦,000 /- જપ્ત કરવામાં આવેલ છે. આરોપી દહેજ પો.સ્ટે., અંકલેશ્વર રૂરલ પો.સ્ટે., દહેજ પો.સ્ટે. નવસારી જીલ્લાના ચીખલી પો. સ્ટે, સુરત ગ્રામ્ય જીલ્લાના કોસબા પો.સ્ટે., વડોદરા ગ્રામ્ય જીલ્લાના કરજણ પો.સ્ટે ખાતે નોંધાયેલ ગુનાઓમાં વોન્ટેડ હતો, આ અંગે કામગીરી કરનાર કર્મચારીઓમાં પો.સ.ઈ. જે.એમ.જાડેજા પો.કો.મહીપાલસિહ પો.કો.શ્રીપાલસિંહનો સમાવેશ થાય છે.