ભરૂચમાં પશ્ચિમ વિસ્તારમાં આવેલ બાવા રેહાન વિસ્તારમાં એક મકાનના બાંધકામ દરમિયાન એક ચમત્કારિક ઘટના સામે આવતા લોકોમાં કુતુહલ ફેલાયું હતું. જેમાં જ્યારે મકાનનું બાંધકામ માટે ખોદાણ થઈ રહ્યું હતું ત્યારે અચાનક એક મઝાર શરીફ (કબ્ર) નીકળતા લોકો આશ્ચર્યમાં મુકાયા હતા.
ભરૂચના બાવા રેહાન વિસ્તારમાં એક મકાનના બાંધકામ દરમિયાન ખોદકામ કરતી વેળાએ એક મજાર શરીફ (કબ્ર) દેખાતા ખોદકામ અટકાવાયું હતું. મકાનના નવા કન્ટ્રક્શન બાંધકામ દરમિયાન મજાર શરીફ નિકળ્યાનો વિડિયો વાયરલ થતાં જ અને અચાનક મજાર શરીફના દર્શન થતા લોકો તેમજ સ્થાનિકો કુતુહલ સાથે મોડી રાત્રી સુધી મજારના દર્શને ઉમટ્યા હતા. આ મજાર શરીફ વર્ષો પુરાણું હોવાનું અનુમાન લગાવાય રહ્યું છે.જ્યાં ઉમટેલા લોકોએ આખા મજાર પર ચાદર ચઢાવી દુઆઓ પઢી હતી.
જોકે આ ઘટનાના પગલે સ્થાનિક સહિતનાઓમાં અનેક તર્ક વિતર્ક ઉભા થયા હતા. જેમાં આ જગ્યા દરગાહ નજીકની હોય વકફ બોર્ડની માલીકીની જગ્યામાં મકાન બંધાય છે કે કેમ તે અંગે સ્થાનિકોએ તપાસ આરંભતા આખરે દરગાહ નજીક જ આ જગ્યા હોવાનું સામે આવતા અનેક સવાલો ઉભા થયા હતા. શું વકફની જગ્યાઓ ઉપર બાંધકામ થઇ રહ્યા છે ? જેવી બાબતો આ ઘટનાક્રમ બાદથી ચર્ચાનું કેન્દ્ર બની હતી.
હારુન પટેલ : ભરૂચ