Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલ જવેલર્સમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ, પોલીસે એકની કરી ધરપકડ.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલ સુંદરમ જવેલર્સની દુકાનમાં આજે સવારે અચાનક ૨ જેટલા ઈસમોએ આવી દુકાનના સંચાલકને સોનાની ચેઇન ખરીદવા માટે કહ્યું હતું જે દરમિયાન દુકાનના સંચાલક ચેઇન બતાડે પહેલા જ તેઓ પર ચપ્પુ વડે હુમલાનો પ્રયાસ કરી દુકાનના કાંચ તોડી લૂંટનો પ્રયાસ કરતા લૂંટારુઓ સામે દુકાન સંચાલક અને સ્થાનિકોએ પ્રતિકાર કરતા ૨ લૂંટારુઓ પૈકી એક સ્થળ પરથી ફરાર થયો હતો.

જ્યારે અન્ય એક શંકાસ્પદ લૂંટારુંને પોલીસે પકડી લઈ સી ડિવિઝન પોલીસ મથકે લઈ જઈ તેની પૂછપરછ હાથધરી દુકાનના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરી મામલે ગુન્હો દાખલ કરવાની કવાયત હાથધરી છે, ધોળે દિવસે અચાનક બનેલ ઘટનાના પગલે એક સમયે મોટી સંખ્યામાં લોક ટોળા ભેગા થઇ જવા પામ્યા હતા.

Advertisement

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

રાજકોટ-લીમડાચોકમાં મધ્યાહન ભોજનનો જથ્થો બારોબરો સગેવગે કરવાનો શંકા ના આધારે પોલીસ ના દરોડા..

ProudOfGujarat

કરજણ રેલ્વે સ્ટેશન પાસે એક વૃદ્ધ ટ્રેનની અડફેટે આવતા સારવાર દરમિયાન મોત.

ProudOfGujarat

ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ” અમૃત કળશ યાત્રા” ના આયોજન અંગે મીટીંગ યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!