૭૩ માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ અને GJ16 પેડલર્સ દ્વારા ફિટનેસ સાયકલિંગ રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન કોરોના પરિસ્થિતિને લઈને વિશ્વની સાથે ભારત તેમજ ગુજરાતમાં માનવ જનજીવન માનસિક રીતે પડી ભાંગ્યો છે ત્યારે આ પરિસ્થિતિમાંથી કઈ રીતે બહાર આવવું અને માનવ જીવન ફરીથી તનાવમુક્ત તંદુરસ્ત જીવન જીવી શકીએ તે માટે હાલમાં યોગ સાથે ફિટનેસ પ્રવૃત્તિઓ કરી તંદુરસ્ત રહી શકાય છે કોરોના મહામારીએ માનવ જીવન પર જીવલેણ ઘા માર્યો છે ત્યારે દરેક મનુષ્યનાએ માનસિક તનાવ મુક્ત રહી શકે આયોજન કરવામાં આવી રહ્યા છે.
ભારતભરમાં આજરોજ 73 માં પ્રજાસતાક પર્વ આન બાન અને શાન સાથે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ અને GJ16 પેડલર્સ ગ્રુપ દ્વારા ફિટનેસ સાયકલિંગ રાઈડ આયોજન કરવામાં આવ્યું હતું ફિટનેસ સાયકલિંગ રાઈડમાં પત્રકાર સહિત 50 થી વધુ લોકો જોડાયા હતા જે ભરૂચના ઝાડેશ્વર રોડ શ્રીજી સાયકલથી ફિટનેસ સાયકલિંગ રાઈડને આનંદનિકેતન સ્કૂલના રામજીવાલા સાહેબે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
સાયકલિંગ રાઈડ કસક ફુવારા, પાંચબત્તી થઈ સેવાશ્રમ સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર ચઢાવી આજના આઝાદીના દિવસે તેઓને નમન કરી સાયકલિંગ રાઈડ આગળ વધારી હતી અને શક્તિનાથ થઈ ચાવજ ગામ ખાતે આવેલ આનંદનિકેતન સ્કૂલ ખાતે પહોંચી હતી. સમગ્ર સાયકલિંગ રાઈડ ૧૫ કિલોમીટરના રૂટ પરથી પસાર થઇ હતી. આનંદનિકેતન સ્કૂલ ખાતે રાષ્ટ્રધ્વજને વંદન કરી સલામી આપવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ, અધ્યક્ષ તેમજ મહામંત્રી જીતુ રાણા, કારોબારી સભ્ય હરેશ પુરોહિત સહિત પત્રકાર સંઘના સભ્યો અને GJ16 પેડલર્સ ગ્રુપના કિસનસિંહ ચુડાસમા તેમજ તેમના ગ્રુપના સભ્યો અને આનંદનિકેતન સ્કૂલના રામજી સાહેબ તેમજ શિક્ષકગણ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ભરૂચ સક્રિય પત્રકાર સંઘ અને GJ16 પેડલર્સ ગ્રુપ દ્વારા ફિટનેસ સાયકલિંગ રાઈડ યોજાઇ.
Advertisement