ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક નગરી એવાં દહેજ પંથકમાં તસ્કરોનો તરખાટ વધી ગયો છે. જેમ કે હાલમાં જ પણીયાદરા અને પાદરીયા ગામ વચ્ચે આવેલ સનસીટી સોસાયટીના બે મકાનોને તસ્કરોએ નીશાન બનાવ્યા હતા. તસ્કરોના ચોરીના આતંકનો ભોગ બનેલ બે કુટુંબના રહીશોએ જણાવ્યું હતું કે તેઓ મકાન બંધ કરી બહારગામ ગયા હતા ત્યારે તસ્કરોએ તાળું તોડી ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં એક મકાનમાંથી રૂ.20,000 કરતાં વધુ રૂપિયા ચોરાયા છે જયારે બીજા મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને નાણાં મળી કુલ રૂ.1,25,000 ની ચોરી થઈ હતી એમ રહીશોએ જણાવ્યું હતું.
અત્રે નોંધવું રહ્યું કે દહેજ ઔદ્યોગિક નગરી અને આજુબાજુના વિસ્તારમાં શ્રમજીવી કુટુંબો તેમજ નોકરિયાત વર્ગો રોજીરોટી અર્થે સ્થાયી થયેલ છે તેઓ ઘણીવાર પોતાના મકાનોને તાળાં મારી વતન તરફ જતાં હોય છે ત્યારે બીજી તરફ તસ્કરો બંધ મકાનોની રેકી કરતાં હોય તેમ બંધ અકનોની સંપૂર્ણપણે માહિતી રાખી બંધ મકાનોને નિશાન બનાવી તસ્કરો ચોરીના બનાવોને અંજામ આપતા હોવાનું જાણવા મળી રહ્યું છે.
દહેજ પંથકમાં તસ્કરોનો તરખાટ…જાણો વધુ.
Advertisement