પ્રજાસત્તાક પર્વ નિમિતે નેત્રંગ નગરની મુખ્ય પ્રાથમિક શાળા ખાતે ઉચ્ચ અભ્યાસ કરતી એક દિકરીનુ સન્માન કરવામા આવતા નગરની દિકરીઓમા ગૌરવની સાથે આનંદની લાગણી ફરી વળી છે.
૭૩ મા પ્રજાસત્તાક દિન પર્વ નિમિતે નેત્રંગ નગરની મુખ્ય કુમાર, કન્યા પ્રાથમિક શાળા ખાતે ઉપસરપંચ અક્ષયકુમાર પ્રવિણભાઇ લાડના વારદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે નેત્રંગ મુખ્ય પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય પિયુષભાઇ પટેલે જણાવ્યુ હતુ કે પ્રજાસત્તાક પર્વ નિમિતે સરકારનો ખાસ આદેશ હોઇ કે જે ગામમા રહેતી દિકરીઓએ ખાસ સિધ્ધી હાંસલ કરેલ હોઇ તેવી દિકરીઓનુ ખાસ સન્માન કરવુ જેને લઇ નેત્રંગ નગરના ગાંધીબજાર વિસ્તારમા તુલસી ફળીયા વિસ્તારમા રહેતા અને નેત્રંગ પોલીસ સ્ટેશનમા ગ્રામરક્ષક દળમા ફરજ બજાવતા શૈલેષભાઇ પટેલની પુત્રી રાધિકા શૈલેષભાઇ પટેલ કે જે હાલમા નેત્રંગની સરકારી કોલેજમા ક્લાર્ક તરીકે ફરજ બજાવતી અને પોતાના પિતાજીને આર્થિક સહારો પુરો પાડતી બી. કોમ પાસ કરી એલ. એલ. બી ના છેલ્લા વર્ષમા અભ્યાસ કરતી અને હાલમા લેવાયેલ પી. એસ. આઇ ની ભરતીની શારીરીક કસોટી પાસ થઇને સ્વબળે આગળ વધતી દિકરી રાધિકાનુ સન્માન પ્રાથમિક કન્યા શાળા વતી સરપંચ હરેન્દસિહ દેશમુખ તેમજ ઉપસરપંચ અક્ષયકુમાર લાડ હસ્તે કરવામા આવ્યુ હતુ. જેને લઇ નેત્રંગ નગરની દિકરીઓમા આનંદની લાગણી ફરી વળી હતી.