૭૩ મા ગણતંત્ર દિવસની ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે ઉજવણી કરાઇ હતી. પાલેજ નગરના ઝંડા ચોક, હાઇસ્કૂલ, ગ્રામ પંચાયત કચેરી, ગુજરાતી કુમાર શાળા, પોલીસ મથક, રેલવે સ્ટેશન તેમજ KPS ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા. ઝંડા ચોક ખાતે ગ્રામ પંચાયતના સરપંચ રમણભાઈ પુનાભાઈ વસાવા, હાઇસ્કૂલ ખાતે શાળા આચાર્ય સલીમભાઈ જોલો, ગ્રામ પંચાયત કચેરી ખાતે ઉપસરપંચ શબ્બીર ખાન પઠાણ, ગુજરાતી કુમાર શાળા ખાતે ગામના શિક્ષિકા અફરોઝાબેન પઠાણના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
જીઆઇડીસી સ્થિત કેપીએસ ઈન્ટરનેશનલ એકેડમી, પાલેજ અને કેપીએસ પ્લે સ્કૂલ (બચપન) મા પણ ૭૩ માં પ્રજાસત્તાક પર્વની ઊજવણી કોવિડ-૧૯ ની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી સાદગીથી કરવામાં આવી. જેમા શાળાના આચાર્ય મનોજકુમાર તિવારીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે શાળા સ્ટાફ હાજર રહ્યો હતો. દરેક સ્થળોએ સરકારની કોરોના ગાઇડલાઇન મુજબ ગણતંત્ર દિવસની ઉજવણી કરાઇ હતી.
યાકુબ પટેલ, પાલેજ
પાલેજ ખાતે ૭૩ માં ગણતંત્ર પર્વની ઉજવણી કરાઇ.
Advertisement