મોંઘવારી તેમજ અન્ય કારણોસર ભરૂચ જિલ્લામાં માધ્યમ વર્ગ તેમજ ગરીબ વર્ગને વારંવાર નાણાની જરૂર પડતી હોય છે. ટૂંકો પગાર અને અપૂરતી આર્થિક પરિસ્થિતિના પગલે તેઓએ ન છૂટકે વ્યાજ પર નાણા લાવવા પડે છે. વ્યાજે નાણા આપનારા ગરીબો અને શ્રમજીવીઓનું ખુલ્લે આમ શોષણ કરી રહ્યા છે. ૧૦% કે ૧૨% વ્યાજનો દર સામાન્ય થઇ ગયો છે ત્યારે ભરૂચ જીલ્લાના કેટલાક કુંટુંબો એવા છે કે ઉધાર લીધેલ નાણા અને તેનું વ્યાજ ચુકવવામાં જીવન વ્યતીત કરી રહ્યા છે.
વ્યાજે નાણા ધીરનાર ગેંગ પાસે આ મંદીના સમયે નાણા આવે છે ક્યાંથી તે અંગે ખુબ ચોંકાવનારી વિગત સાંપડી રહી છે. કેટલાક મોભાદાર વ્યક્તિઓ અને અમલદારો પોતાની ૨ નંબરની આવકો આવા વ્યાજે ફેરવતા લોકોને આપીને થીકતી કમાણી કરી રહ્યા છે. એટલું જ નહી પરંતુ ઉઘરાણી કરવા માટે મસલ્સ પવારનો પણ ઉપયોગ કરતા હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.
Advertisement