Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે GVK EMRI 108 અને MHU ના કર્મીઓનું સન્માન કરાયું.

Share

ભરૂચ જિલ્લામાં 73 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી જેમાં ભરૂચના જિલ્લા કલેકટર અને મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોરોનાની ગાઇડલાઇનને અનુરૂપ આજે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ઉજવણી કરાઇ હતી, જેમાં મંત્રીઓ કલેકટર અને આરોગ્ય કર્મીઓની ઉપસ્થિત રહ્યા હતા.

આજે યોજાયેલા પ્રજાસત્તાક પર્વના આ સમારંભમાં છેલ્લા બે વર્ષથી કોરોના કાળમાં પોતાની અવિરત સેવાઓ ચાલુ રાખતા 108 ના પાયલોટ મુનાફ પટેલ અને ઇ. એમ. ટી. પ્રીતિ ચણાવાળાને જિલ્લા કલેકટર તેમજ મંત્રીઓની ઉપસ્થિતિમાં એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આરોગ્ય સંજીવની ઝઘડિયા તાલુકાના પેરામેડિકલ કીર્તિ વણકર અને નેત્રંગ તાલુકાના લેબ ટેક્નિશિયન હાર્દિક વાળંદને પણ આ તકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં આજે કોરોનાના વધુ ૧૦ કેસો નોંધાયા,કુલ કેસોની સંખ્યા ૩૧૪

ProudOfGujarat

સુરતના વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ તરીકે વરણી થતાં ગૌહત્યા પ્રતિબંધને લઈને દીપક આફ્રિકાવાળાએ કામગીરી હાથધરી..!

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના હજાત ગામે પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સ્વચ્છતા હી સેવાની રંગોળીઓ દ્વારા સ્વચ્છતા હી સેવા પ્રકલ્પનું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!