ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આજરોજ ભારતના 73 મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી વિવિધ સંસ્થાઓ અને શાળાઓમાં કરવામાં આવી હતી. આજરોજ દીકરીઓના સન્માન અન્વયે “દીકરીની સલામ દેશને નામ” અંતર્ગત ગામની બે દીકરીઓને અનુક્રમે પ્રાથમિક કન્યાશાળા અને પ્રાથમિક કુમારશાળા એ સન્માનિત કરતાં રૂખસાર હારુન ડેમાંના હસ્તે કુમાર શાળામા અને અસ્મા મુબારક પટેલના હસ્તે કન્યાશાળામા ધ્વજવંદન કરાવાયું હતું.
આ બંને દીકરીઓને શાળા તરફથી પુરસ્કાર રૂપે મેડલ અને સર્ટિફિકેટ અપાયા હતા. નબીપુર પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.આઈ. એ.કે.જાડેજાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ સમયે સમસ્ત પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યો હતો. નબીપુર ગ્રામ પંચાયત કાર્યાલય ખાતે ગામના સરપંચ, ડે. સરપંચ અને તમામ સભ્યોએ ગ્રામજનો સાથે હાજર રહી ધ્વજારોહણ કર્યું હતું.
નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે પણ હોસ્પિટલના ટ્રસ્ટીઓ, ઓફીસ ઇન્ચાર્જ, ડોકટરો અને સમગ્ર સ્ટાફ હાજર રહી ધ્વજારોહણ કર્યું હતું. આ પ્રસંગે શાળાઓમાં વિદ્યાર્થીઓમાં અનેરો આંનદ જોવા મળ્યો હતો. કોરોનાની ગાઈડલાઈન મુજબ મર્યાદિત હાજરી અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન પણ કરાયું હતું.
યાકુબ પટેલ, પાલેજ
ભરૂચના નબીપુરમાં વિવિધ સ્થળોએ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ.
Advertisement