ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતાં દેશ પ્રત્યેની મહત્વકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા દેશવાસીઓનાં આઝાદીનાં બલીદાનને ઉજાગર કરવા “આઝાદીકા અમૃત મહોત્સવ” પુરા વર્ષ દરમ્યાન ઉજવવાનું સુચવેલ સૂચનને ધ્યાનમાં રાખી આ સંસ્થા દ્વારા યોજેલ ૨૭ કાર્યક્રમો બાદ આજરોજ રાષ્ટ્રિય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી. સમાજનાં જનસમુદાયમાં મતદાન આપણો અધિકાર છે. સમાજનાં દરેક મતદાન લાયક મહિલા, પુરૂષોએ અવશ્ય મતદાન કરવું જોઇએ તેવો અભિગમ દાખવવાની નેમ સાથે આજે મતદાતા દિવસની ઉજવણી જે.એસ.એસ.ના મધ્યસ્થ ખંડ ખાતે કરવામાં આવી હતી.
કાર્યક્રમની શુભ શરૂઆત જે.એસ.એસ.ની તાલીમાર્થી બહેનો દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી. ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત સ્ટાફ ગણ દ્વારા કરવામાં આવ્યું. સ્વાગત પ્રવચન આપતા નિયામક ઝયનુલ સૈયદે આ સંસ્થામાં ચાલતી કૌશલ્ય લક્ષી તાલીમ દ્વારા થનાર પ્લેસમેન્ટ દ્વારા સામાન્ય લોકોને લાભાન્વીત કરવામાં આવે છે. “ચાલો ચૂંટણી પ્રક્રિયાને સમાવિષ્ટ સુગમ અને સહભાગી બનાવીએ” એ થીમ સાથે ગીતાબેન સોલંકી, ક્રિષ્ણાબેન કઠોલીયા, શિતલબેન ભરૂચા દ્વારા કવીઝ કોમ્પિટિશન રાખવામાં આવી, જેમાં સાચો જવાબ રજુ કરનાર સ્પર્ધકોને ઇનામ અર્પણ કરાયા હતા. ત્યારબાદ અચૂક મતદાન અંગે સૌ હાજરજનોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
સ્થાનીક કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ગુજરાત નિર્વાચન આયોગ ગાંધીનગર દ્વારા આયોજીત વરચ્યુઅલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ રજુ કરેલ તે નિહાળી બુથ કક્ષાએ, જિલ્લાકક્ષાએ અને રાજ્ય કક્ષાએ મતદારોની શું શું ફરજો અને અધિકારો છે. તેની જાણકારી મેળવી હતી અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશમાં ચૂંટણી પ્રક્રિયાની સમજ વરચ્યુઅલ ઓનલાઇન જીવંત પ્રસારણ થકી પ્રાપ્ત કરી હતી. ભારત સરકારનાં મુખ્ય નિર્વાચન અધિકારી શુશીલચંન્દ્રા દ્વારા જે વકતવ્ય આપ્યું તેને સાંભળી ધન્યતા અનુભવી હતી. તેમજ રાજ્ય ચૂંટણી કમિશ્નર સંજય પ્રસાદ IAS (Retd) તથા રાજ્ય મુખ્ય ચૂંટણી અધિકારી અનુપમ આનંદ (IAS) દ્વારા રાજ્યનાં એવોર્ડ વિજેતા ચૂંટણી અધિકારીઓ અને બુથ લેવલ અધિકારીઓનાં નામોની ઘોષણા કરવામાં આવી હતી. અંતે જેએસએસનાં નિયામક દ્વારા સૌનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન હેતલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.