Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ૭૩ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું રીહર્સલ કરાયું.

Share

આગામી તા.૨૬ મી જાન્યુઆરી-૨૦૨ર ને મંગળવારના રોજ સવારે ૯:૦૦ કલાકે પ્રજાસત્તાક દિનની જિલ્લાકક્ષાના કાર્યક્રમની ઉજવણી હોસ્ટેલ ગ્રાઉન્ડ – ભરૂચ ખાતે યોજાશે. પ્રજાસત્તાક દિન નિમિત્તે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબત વિભાગના રાજયકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારના વરદહસ્તે સવારે ૯:૦૦ કલાકે ધ્વજવંદન થશે. પોલીસ બેન્ડની સુમઘુર સુરાવલી સાથે રાષ્ટ્રગાન થશે.

આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુચારૂં રીતે યોજાય તે માટેનું રીહર્સલ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની ઉપસ્થિતિમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચ ખાતે યોજવામાં આવ્યું હતું. કલેકટરએ મંત્રીનું આગમન, ધ્વજવંદન, પોલીસ ટુકડી દ્વારા સલામી, પરેડ નિરીક્ષણ, મંત્રી દ્વારા ઉદબોધન, વૃક્ષારોપણ સહિતના આયોજનોનું રીહર્સલ નિહાળી નિરીક્ષણ કરી ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડયુ હતું. કલેક્ટરએ જિલ્લા પોલીસતંત્ર દ્વારા યોજાનાર પરેડ નિહાળી હતી. આ ઉપરાંત સમગ્ર કાર્યક્રમ કોવિડ-૧૯ ની માર્ગદર્શિકા અનુસાર આયોજિત થાય તેની તકેદારી રાખવાની સાથે બેઠક વ્યવસ્થા સહિત આનુષાંગિક વ્યવસ્થાઓની વિગતવાર ચર્ચા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડયું હતું. આમ, જિલ્લા પ્રશાસન દ્વારા રાષ્ટ્રીયપર્વની ઉજવણીની તમામ તૈયારીઓ સંપન્ન કરી તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર જે.ડી.પટેલ, ડીવાયએસપી વિકાસ સુંડા, પ્રાયોજના વહીવટદાર અસારી, પ્રાંત અધિકારી પ્રજાપતિ સહિત વિવિધ વિભાગોના અધિકારીગણ ઉપસ્થિત રહયા હતા.

Advertisement

Share

Related posts

ઉર્વશી રૌતેલાએ તેમની ફિલ્મ વોલ્ટેર વેર્યાના કાર્યક્રમમાં મેગાસ્ટાર ચિરંજીવીના આશીર્વાદ લેતા દર્શકો પ્રભાવિત થયા

ProudOfGujarat

ભરૂચ : શેઠ ફળિયા વિસ્તારમાં ગટરલાઇન લીકેજનાં કારણે મકાનમાં ભૂવો પડયો.

ProudOfGujarat

પૂરની સ્થિતિ વચ્ચે આફતગ્રસ્ત વિસ્તારોમાં જવા કેબિનેટ મંત્રીઓને રૂપાણીનો આદેશ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!