વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારીના ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે. સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમ જ તેઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે.
સમગ્ર વિશ્વમાં મહિલાઓના અધિકારોની લડત આપવા અને જનજાગૃતિ માટે વિશ્વમાં આ દિવસે વિવિધ કાર્યક્રમો દ્વારા જનજાગૃતિ, સેમિનારો,રેલીઓ જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. વિશ્વની પ્રત્યેક મહિલાના સન્માન તેમજ આજના સમયમાં મહિલાઓ દેશના વિકાસમાં પુરુષોની સાથે બરાબર યોગદાન આપી રહી છે અને સામાજિક અને રાજકીય બધા પ્રકારની મુશ્કેલીઓને પાર કરીને આગળ વધી રહી છે.
આ દિવસે મહિલાઓ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં જે ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે તે અને સ્ત્રી-પુરુષની સમાનતાના ઝોર આપવામાં આવે છે.
સમગ્ર વિશ્વના પુરુષો પણ આ દિવસે મહિલાઓનું સન્માન કરે છે. વિશ્વભરની મહિલાઓ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે દેશ,નાત-જાત, ભાષા,સંસ્કૃતિ,અને રાજકીય ભેદભાવને ભૂલી એકસાથે મનાવે છે.વિશ્વ આગળ વધ્યું તેની સાથે સમસ્યાઓ પણ વધી રહી છે. આર્થિક રીતે ગરીબ અને મધ્યમવર્ગની મહિલાઓ માટે ઘણા બધા પ્રશ્નો અસર કરે છે.આર્થિક રીતે નબળા હોવાથી સ્ત્રીઓમાં શારીરિક રીતે નબળાઈ અને કુપોષણના પણ ભોગ બને છે.
આ વર્ષે અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના પ્રમુખ સાંસદ શ્રીમતી સુસ્મિતા દેવ અને ગુજ મહિલા કોગ્રેસ પ્રમુખ શ્રીમતી સોનલ પટેલ દ્વારા સ્ત્રીઓમાં માસિક ધર્મની બાબતે અંધશ્રદ્ધા તેમજ આર્થિક રીતે નબળા હોવાથી સ્ત્રીઓમાં ઘણા બધા રોગો માં સપડાય છે તેમજ સમાજમાં અપમાનનું ભોગ બનવું પડે છે માસિક ધર્મની બાબતે જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે સેનેટરી નેપકીનનો ઉપયોગ કરવા માટે અભિયાન શરુ કરી વિશ્વ મહિલા દિનની ઉજવણી કરી રહ્યા છીએ સેનેટરી નેપકીન એ મહિલાઓની બુનિયાદી જરૂરિયાત છે.એક સર્વે અનુસાર ભારતમાં લગભગ ૮૦%મહિલાઓમાં માસિક ધર્મ બાબતે જાગૃતિનો અભાવ તેમજ આર્થિક કારણોના લીધે સેનેટરી નેપકીનનો ઉપયોગ કરી શકતા નથી એના બદલામાં તેઓ ફાટેલા,જુના અને ગંદા કપડાનો ઉપયોગ કરે છે.જેનાથી ઇન્ફેકશન અને ગંભીર બીમારીનું જોખમ રહે છે.ઘણી બધી સંસ્થાઓ અને વ્યક્તિઓ આ દિશામાં હકારાત્મક પહલ કરી રહ્યા છે અને આપણે સૌ સાથે મળી આ દિશામાં ખુલીને વાતચીત કરવાની જનજાગૃતિ ફેલાવવા માટે આપને યોગદાન કરવા વિનંતી કરીએ છીએ.
મહિલાઓને પણ આ દિશામાં જાગૃત થવા માટે અને માસિક ધર્મને મુશ્કેલી ન સમજી નારી શક્તિની નિશાની સમજે અને માસિક ધર્મ એ કુદરતી પ્રક્રિયા છે એને અભિશાપ ન સમજે , શરમ અને સંકોચ છોડી પીરીયડમાં પોતાની સાર-સંભાળ રાખે,ગંદા કપડાનો ઉપયોગ ન કરે અને સાફ અને સ્વચ્છ રીતે પીરીયડનો સમય કાઢે.આમ માસિક ધર્મનું અજ્ઞાન દુર કરે અને નારીશક્તિનું સન્માન કરે.
આમ વિશ્વ મહિલા દિવસની ઉજવણીના સન્દર્ભમાં આજે નિલકંઠ સોસાયટી મા ભરુચ જિલ્લા શહેર મહિલા કોંગ્રેસે જનજાગૃતિનો કાર્યક્રમ યોજી મફત સેનેટરી નેપકીન્સ ની વ્હેચણી કરવામાં આવી.
જેમા જિલ્લા પ્રમુખ ચેતના વસાવા, શહેર પ્રમુખ ધૃતા રાવલ , પ્રદેશ મહામંત્રી ફરીદાબેન , જિલ્લા ઉપપ્રમુખ પારુલ , ગીતાબેન , મધુબેન વગેરે હાજર રહ્યા હતા.