Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદ કોંગ્રેસ પક્ષના પ્રમુખ ભાજપમાં જોડાતા રાજકારણમાં ગરમાવો.

Share

આમોદ તાલુકાના કોંગ્રેસ પક્ષના પ્રમુખ અને આછોદ તાલુકા પંચાયતના સભ્ય એવા હરેશભાઈ પટેલે ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાના હસ્તે ભગવો ખેસ ધારણ કર્યો છે. કોંગ્રેસ પક્ષ છોડી અચાનક ભાજપમાં જોડાતાં કોંગ્રેસ માટે આવનાર વિધાનસભાની ચૂંટણીમાં એક મોટી સમસ્યા ઉભી થઈ છે. હાલમાં જ તેમની પેનલ સરપંચની ચૂંટણીમાં પણ સરપંચ સાથે સાથે ભારે બહુમતીથી વિજય થઈ હતી. ત્યારે આજે ભાજપામાં જોડાઈ કોંગી આગેવાનોએ કોંગ્રેસ પક્ષને જાકારો આપ્યો છે. હાલમાં જ નવનિયુક્ત કોંગ્રેસના પ્રમુખે કોંગ્રેસ છોડી ભાજપમાં આવતાં સમગ તાલુકામાં કોંગ્રેસ માટે એક ચિંતાનો વિષય ઉભો કરી ભરૂચ ના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે.

Advertisement

Share

Related posts

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીક લિફ્ટ તૂટતાં શ્રમિકોના મોત નિપજ્યા.

ProudOfGujarat

નબીપુર ગામમાં ભરૂચ જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી ઓફીસ દ્વારા કાયદાકીય જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે બે દિવસિય સેફ્ટી એન્ડ હેલ્થ સેમિનારનો પ્રારંભ જી.આઇ.ડી.સી ના એમ.ડી થારાએ ઉધોગોને કડક દિશા નિર્દેશ કર્યા અકસ્માત – પર્યાવરણીય પરિસ્થિતિમા સુધારો લાવવા માટે કડક સૂચન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!