ભરૂચમાં આજરોજ ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું જેના કારણે વિઝીબ્લિટીમાં ઘટાડો થયો હતો તો બીજી તરફ હિલ્સસ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો.
ભરૂચ શહેર અને જિલ્લામાં આજરોજ વહેલી સવારના સમયે વાતાવરણમાં ગાઢ ધૂમમ્સ જોવા મળ્યું હતું. શહેરે જાણે સફેદ ચાદર ઓઢી લીધી હોય એમ ખુશનુમા વાતાવરણ સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ધુમ્મ્સના કારણે વિઝિબ્લિટીમાં ઘટાડો થયો હતો. દિવસ ચઢતો ગયો તેમ તેમ ધુમ્મ્સની અસર ઓછી થવા લાગી હતી. ભરૂચમાં ગાઢ ધુમ્મસના કારણે રોડ પર આવતા જતા વાહન ચાલકોને ઓછી વિઝીબ્લિટી હોવાથી રોડ પર સામેથી આવતા વાહનો ના દેખાતા મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો અને ધીમી ગતિએ વાહન હંકારવાની ફરજ પડી હતી. અત્રે મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગ દ્વારા આજથી બે દિવસ કમોસમી વરસાદની આગાહી પણ કરવમાં આવી છે ત્યારે મોસમના બદલાતા મિજાજથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.
ભરૂચ જિલ્લામાં ગાઢ ધુમમ્સ વચ્ચે હિલ સ્ટેશન જેવો માહોલ.
Advertisement