કડોદરા ગામે ગણનાપાત્ર પ્રોહિબિશનનો કેસ દહેજ પોલીસે શોધી કાઢ્યો છે.
ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ. એસ. ભરાડા તથા ભરૂચના રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અનુસાર જિલ્લામાં પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા કાયદેસરની કાર્યવાહી કરવા સૂચન આપેલ હોય જેના આધારે દહેજ પોલીસ મથકમાં પી. આઇ બી. એન. સગરની સૂચનાથી પિન્ટુભાઈને અંગત બાતમીદાર પાસેથી બાતમી મળેલ હોય જે બાતમીના આધારે દહેજ આમોદ રોડ ઉપર કડોદરા ગામની ચોકડી બસ સ્ટેન્ડ પાછળની બાવળીઓની ઝાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી બોટલો મળી કુલ બોટલ નંગ – 240 જેની કિં. રૂ. 38,400/- નો મુદ્દામાલ દહેજ પોલીસ ઝડપી પાડયો છે અને વોન્ટેડ આરોપી પંકજ ભરત ગોહિલ રહે. કડોદરા ખડકી ફળિયું, તા. વાગરા જી. ભરૂચની શોધખોળ હાથધરી છે.
Advertisement