જીવદયા અને સેવા માનવ અવતાર મળ્યો છે. માનવ જન્મ મળ્યો છે તો સૌ પ્રથમ ફરજ માનવતાધર્મ નિભાવી પરમાર્થપૂર્વક ભલાઈનું કાર્ય કરવું એ ઉક્તિ ચરિતાર્થ કરતું ઉદાહરણ પૂરું પાડે છે. બિનગુજરાતી એન્જીનીયર તરીકે જૉબ કરતા જીવદયા પ્રેમી અભિષેકભાઈ શર્મા કે જેઓ ડી.બી.એલ. કન્સ્ટ્રકશન કંપનીમાં ફરજ બજાવી રહ્યા છે અને ભરુચ જિલ્લાના ઉતરાજ ખાતે એટલે કે દહેજ રોડ ઉપરના ભાડભૂત ગામની બરાબર સામે નર્મદા મૈયા નદીના બીજા દક્ષિણ દિશાના કિનારે જે હાંસોટથી લગભગ ૨૮ કિલોમીટર એટલે ભરૂચથી ૫૦ કિલોમીટરથી વધુ દૂર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવેનું કાર્ય પ્રગતિમાં છે ત્યાંથી તેઓએ એક નધણીયાત શ્વાનની સારવાર માટે મનમૈત્રી સેવા ફાઉન્ડેશને ફોન કર્યો હતો, જેથી રેસ્ક્યુ કરવા માટે પ્રશાંતભાઈ ગડરિયા અને શીલા બહેન પટેલ વહેલા સવારે ત્યાં પહોંચવા નીકળી ગયા હતા અને સ્થળ ઉપર પહોંચી શ્વાનની જાત તપાસ કરતા માલુમ પડ્યું કે શ્વાનને બહુ મેજર મુશ્કેલી નથી અને વ્યવસ્થિત ખવડાવવા-પીવડાવવામાં આવે તો સારો થઈ શકે એમ છે જે માટેની વાત સમજાવી અઠવાડિયું જોયા પછી જરૂર પડયે ફરી ફોન કરવાનું જણાવી ભરૂચ પરત ફર્યા હતા.
જીવદયા અંગેનુ અનોખું ઉદાહરણ, એન્જીનીયરે બીમાર શ્વાન માટે લાગણી દર્શાવી..જાણો વધુ.
Advertisement