ભરૂચના મકતમપુર આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા કોરોના કાળ દરમિયાન તથા વેક્સિનેશનની કામગીરી સફળતાપૂર્વક કરવા બદલ રોટરી ક્લબ ફેમિના ગ્રુપ દ્વારા ધારાસભ્યના હસ્તે તમામ કર્મચારીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા.
ભરૂચના મકતમપુર ખાતે આરોગ્ય વિભાગનું હેલ્થ સેન્ટર કાર્યરત છે જેમાં ૧૧ જેટલા કર્મચારીઓ અને આશાવર્કરો કામગીરી કરે છે કોરોનામાં તેમના દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવેલ તેમજ કોરોના વેક્સિનેશનની કામગીરી પણ આ હેલ્થ સેન્ટરના સ્ટાફ દ્વારા ઉત્સાહપૂર્વક કરવામાં આવી હોય જેની ભરૂચ આરોગ્ય વિભાગ નોંધ લીધી અને ભરૂચની સામાજિક સંસ્થા રોટરી ક્લબ ફેમિના ગ્રુપના રાધિકા પંડયા, જયમીની બેન મહારાઉલજી તેમજ તેમની ટીમ દ્વારા કર્મચારીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખ્યો હતો આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ અને નગરપાલિકાના સભ્ય હેમુબેન પટેલના હસ્તે કર્મચારીઓને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. જેમાં મકતમપુર આરોગ્ય કેન્દ્રના કર્મચારી હર્ષલ ભાટીયા, સેજલ મકવાણા, કોમલ પાટણવાડીયા, કાજલ પટેલ, સરોજ ચૌહાન, નયના પટેલ, લીલા વસાવા, ભાવના મહિડા, રેવા વસાવા, રસીલા વસાવા, જ્યોત્સના ઠાકોરને પ્રશંસનીય કામગીરી બદલ સન્માનિત કરાયા હતા.