એક તરફ સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે, ભરૂચ જિલ્લામાં પણ કોરોનાના કેસો હવે ૨૦૦ ને પાર નોંધાઇ રહ્યા છે, તંત્ર દ્વારા કોરોના ગાઈડલાઇન બાહર પાડી સંક્રમણને અટકાવવા માટે રાત દિવસ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, તેવામાં ભરૂચની એક ખાનગી શાળાની મનમાની સામે આવી છે.
આ વચ્ચે સરકારના તમામ નીતિ નિયમોને નેવે મૂકી ભરૂચના શેરપુરા સ્થિતિ બ્રાઇટ એન્જલ પ્રિ સ્કૂલમાં ભુલકાઓને અભ્યાસ માટે બોલાવાયા હતા,જ્યાં બાળકો માટે માસ્કની તકેદારી પણ ન રખાઈ હોય તેવા દ્રશ્યો વહેતા થતા જ તંત્ર દોડતું થયું હતું અને મામલે તપાસના આદેશો આપવામાં આવ્યા હતા, મહત્વની બાબત છે કે કોરોના સંક્રમણ વચ્ચે સરકારે વિવિધ પ્રકારના નિયંત્રણ મુક્યા છે, જેમાં ૩૧ જાન્યુઆરી સુધી શાળામાં બાળકોને નહી બોલાવવાની સૂચનાઓની પણ ભરૂચની આ શાળાએ ઐસીતૈસી કરી હોવાની વિગતો સામે આવી છે, ત્યારે અહીંયા સવાલ એ થાય છે કે ભરૂચમાં સરેરાશ દરરોજ 200 થી વધુ કોરોના કેસ નોંધાઈ રહયા છે તેવામાં જો આ બાળકોમાં સંક્રમણ ફેલાશે તો જવાબદાર કોણ તે બાબત હાલ સમગ્ર ઘટના ક્રમ બાદથી ટોક ઓફ ધી ટાઉન બની છે.
હારુન પટેલ : ભરૂચ